તા.૨૮.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી તાલુકાની ચમારીઆ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
સંજેલી તાલુકામાં આવેલ ચમારિઆ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે ફતેપુરા વિધાન સભાના ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ તેમજ તાલુકા પ્રમુખ ગામના સરપંચ મીનાબેન એફ. ગામના વડીલો,SMC સભ્યો ઉપસ્થિત રહીને શાળાની બાલિકાઓ દ્વારા કુમ કુમ તિલક કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટય કરીને શરૂઆત કરવામાં આવી હતી. બાલવાટિકા તેમજ ધોરણ.૧ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને બેગ સાથે નોટ પેન આપીને મો મીઠું કરવામાં આવ્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જેમને ગયા વર્ષે પરીક્ષામાં સારો દેખાવ કર્યો હોય તેમને ઈનામ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આમ ચમારિઆ પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો