તા. ૨૮. ૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ડોકી સબજેલ ઇન્ચાર્જ જેલમુક્ત કરવાના રૂ.૧૦.૦૦૦ ની માંગણી કરતા ગોધરા ACB એ રૂ.૩૦૦૦ લાંચની રકમ લેતા ઝડપી પડ્યો
જેલ મુક્ત કરવાના ૧૦.૦૦૦ની માંગણી કરતા સબ જેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષકને ACB ગોધરાએ લાંચની રકમ લેતા ઝડપી પાડ્યા ફરિયાદી અને તેમના ભાઈની દાહોદ ખાતે નોધાવેલ ગુનાના કામે ઘરપકડ થયેલી જેમાં ફરિયાદીને તા.૪.૧૦.૨૦૨૪ ના રોજ જામીન મળ્યા હતા. અને તા.૨૨. ૧૦. ૨૦૨૪ ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટ માંથી ફરિયાદીના ભાઈના જામીન મંજુર થયા હતા. જેમાં ડોકી સબજેલનો શેરો મરાવાવો જરૂરી હોય ને ફરિયાદીએ ડોકી સબ જેલ ખાતે શેરો મરાવવા ગયેલ ત્યારે ડોકી સબ જેલના ઇન્ચાર્જ જેલ અઘીક્ષક ફિરોજ ખાન સમસુદ્દીન મલેકએ ફરિયાદીને કહ્યુ મેં તમારા ભાઈ ને જેલ મુક્ત કરવાના રૂ.૧૦.૦૦૦ આપવા પડશે. ત્યારે ફરિયાદી પાસે તે સમયે ૭૦૦૦ રૂપિયા જતા અને તે રૂપિયા ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોઝ ખાનને આપી અને બાકીના ૩૦૦૦ રૂપિયા ફરિયાદીએ તા.૨૮.૧૦.૨૦૨૪ ના રોજ આપવા ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજ ખાન મલેકને આપવાનું કહ્યું ત્યારે ફરિયાદ ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોજખાન મલેકને આપવાના ન માગતા હોય.ત્યારે ફરિયાદીએ ગોધરા ACB નો સંપક્ર કરી.તમામ માહિતી મેળવી ફરિયાદીની ફરિયાદના આધારે ટ્રેપિંગ અધિકારી આર.બી. પ્રજાપતિ પોલીસ ફિલ્ડ પંચમહાલ એકમ ગોધરા અને સુપરવિઝન અધિકારી બી.એમ.પટેલ મદદનિશ નિયામક ACB પંચમહાલ એકમ ગોધરાએ લાંચનો છટકો ગોઠવી ફરિયાદી ઇન્ચાર્જ સબ જેલ અધિક્ષકને બાકીના રૂ.૩૦૦૦ આપતા ઇન્ચાર્જ સબ જેલ અધિક્ષક ફિરોજખાન સમસુદ્દીન મલેક સ્થળ પરથી પકડાઈ જતા ACB એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે