Navsari:નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત ગુડ ટચ, બેડ ટચ, પોક્સો એક્ટ ૨૦૧૨, સાયબર ક્રાઇમ અંગે માહિતી અપાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો ” થીમ પરત્વે ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગ, બાળ સુરક્ષા અધિકારીની કચેરી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાની ઉત્તર બુનિયાદી શાળાના 227 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે ગુડ ટચ, બેડ ટચ, પોક્સો એક્ટ ૨૦૧૨ અને સાયબર ક્રાઇમ અને સુરક્ષા વિષય ઉપર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચીખલી તાલુકાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આહીર, હેડ કોન્સ્ટેબર લક્ષ્મીબેન, જિલ્લા બાળ સુરક્ષા એક્મના કાઉન્સેલર ઉર્વશીબેન, DHEW ના જિલ્લા મિશન કો-ઓર્ડીનેટર અસ્મિતા ગાંધી અને ટીમ તેમજ ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર તન્વીબેન ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુડ ટચ, બેડ ટચ, પોક્સો એક્ટ ૨૦૧૨, સાયબર ક્રાઇમ અને સુરક્ષા, સખી વન સ્ટોપ સેન્ટર, PBSC સેન્ટર તેમજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન વિશેની માહીતી આપવામાં આવી હતી.