GUJARATSABARKANTHA

આદિજાતી કોટડા ખાતેના નવ વર્ષિય ગોપાલ ગમારને RBSK ટીમ થકી Bladder exstrophy નામની જન્મજાત ખામીનું નિવારણ કરાયુ

*આદિજાતી કોટડા ખાતેના નવ વર્ષિય ગોપાલ ગમારને RBSK ટીમ થકી Bladder exstrophy નામની જન્મજાત ખામીનું નિવારણ કરાયુ*
*************
*રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ફોરોન ડૉક્ટરની ટીમ દ્વારા બાળકનું નિશુલ્ક ઓપરેશન કરાયુ*
**********
પરીવારમાં દિકરાના જન્મ પછી સૌ કોઇના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. ઝુંપડામાં વસવાટ કરતા પરીવારને ઘરનો ચિરાગ મળી ગયો હતો. ઘરમાં ચારેય તરફ બસ આનંદ આનંદ હતો. પરંતુ દિકરાને કંઇક અલગ જ જન્મજાત ખામી છે. આ દુખનો ઇલાજ ખુબ મુશ્કેલ છે તે જાણી પરીવારના માથે દુ:ખના વાદળ છવાઇ ગયા. જ્યાં માંડ માંડ ઘરનો ખર્ચ પુરો થતો ન હોય તેવામાં દિકરાના ઇલાજની ચિંતા જાણે મને બંધ ઘરના કોઇક ખૂણે ચડેલી ઉધઇની જેમ ખાતી હતી.
મારા મુશ્કેલીના સમયે ગુજરાત સકારની RBSK ટીમના પ્રયત્નો દ્વારા મારા દિકરાનું અમદાવદ સિવિલ ખાતે Bladder exstrophy નામની જન્મજાત ખામીનુ સફળ ઓપરેશન કરવામાં આવ્યું.આજે મારો દિકરો સ્વસ્થ છે.આ વાત કરે છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કોટડા ગામના વતની રામજીભાઈ ગમાર. દિકરાને સ્વસ્થ જોઇ ખુશાલ પિતા રામજીભાઈ ગમાર જણાવે છે કે આર.બી.એસ.કે ટીમ દ્વારા તપાસ કરતા દિકરાની ખામી અંગે જાણવા મળ્યુ હતું. અને ટીમ દ્વારા ખામી વિશે અને ઓપરેશન વિશે જાણકારી આપવામાં આવી હતી. ઓપરેશનની વાત સાંભળતા જ જાણે પગ નીચેથી જમીન દૂર થઈ ગઈ. આટલી નાની ઉમંરમાં દિકરાને ઓપરેશનની પીડા સાથે ઘરની આર્થિક પરિસ્થિતિ સામે આવતી હતી.તેવામાં RBSK ટીમ દ્વારા વિષેશ પ્રયાસો કરવામાં આવ્યા.
આ સર્જરી કરવી ખુબ જ જટીલ હતી. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વર્ષમાં એક વાર ફોરેન થી ડોક્ટરની ટીમ દ્વારા આવી જટીલ સર્જરી કરવામાં આવે છે. RBSK ટીમના અથાગ પ્રયત્નો થકી ફોરોન ડૉક્ટર દ્વારા પોશીનાના નવ વર્ષિય ગોપાલ ગમારને Bladder exstrophy નામની જન્મજાત ખામીનુ સફળ ઓપરેશન સરકારશ્રીના પ્રોગ્રામ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બિલકુલ મફત કરવામાં આવ્યું.આજે દિકરો એકદમ સ્વસ્થ છે તે માટે ગુજરાત સરકાર તેમજ આર.બી.એસ.કે ટીમનો ખુબ ખુબ આભારી છીએ.
**********
*Bladder exstrophy શુ છે*
*******
Bladder exstrophy (મૂત્રાશય એક્સ્ટ્રોફી) એ જન્મજાત ખામી છે. તે એવી સ્થિતિ છે જ્યાં મૂત્રાશય અને તેની આસપાસના ભાગો અંદર-બહાર બને છે. પેટ અથવા પેટના નીચેના ભાગમાં ત્વચા, સ્નાયુ અને પેલ્વિક (હિપ) હાડકાં જોડાતા નથી. પરિણામે, મૂત્રાશયની અંદરનો ભાગ પેટની બહાર ધકેલી દે છે. સામાન્ય ગોળાકાર આકારને બદલે, મૂત્રાશય સપાટ છે. પેટના સ્નાયુઓ અને પેલ્વિક હાડકાં સાથે પણ સમસ્યાઓ છે. મૂત્રાશય પેટની બહારની બાજુએ ખુલ્લું હોય છે અને તે સામાન્ય રીતે પેશાબને સંગ્રહિત કરી શકતું નથી, પરિણામે પેશાબ લિકેજ થાય છે.આ ખામી ક્યાંક જ જોવા મળતી હોય છે.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!