GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ગોપાલ ઈટાલીયાનો વિધાનસભા પ્રવેશ ઐતિહાસિક ઘટના

 

ગુજરાતના રાજકારણમાં “આપ” એકાદ બે બેઠક જીતે છે પરંતુ આ પેટા ચુંટણી ન હતી-“ચિંતન જંગ” હતો

જામનગર (ભરત ભોગાયતા)

ગોપાલ ઈટાલીયાનો વિધાનસભા પ્રવેશ ઐતિહાસિક ઘટના બનશે કેમકે ગુજરાતના રાજકારણમાં “આપ” એકાદ બે બેઠક જીતે છે પરંતુ વિસાવદરની આ પેટા ચુંટણી ન હતી ગુજરાત ભાજપ માટે- “ચિંતન જંગ” હતો તેમ પરીણામ ઉપરથી લાગે છે

ભાજપ હિંદુત્વ કાર્ડ ( બિનસાંપ્રદાયિકતા અને સર્વ સમાવેશી પણ સમાંતર રીતે ચલાવે જ છે માટે સંતુલન થાય છે) ઇત્યાદિ બાબતો અને સંઘ પ્રેરિત બળથી જીત મેળવતું આવ્યું, પણ હવે ભાજપ ની સ્થિતિ એ છે કે થિન્ક ટેન્ક મજબુત કરવી પડશે,

સતા મળતી રહેવી એક વાત છે જ્યારે લોકપ્રિયતાનો આંક જાળવવો કે વધવો તે બીજી વાત છે ઉપરાંત દરેક વ્યક્તિને તમે દરેક સમયે સંતોષ ન આપી શકો તે પ્રતિપાદીત રેશીયો છે પરંતુ તેનો રેશીયો અસંતોષ તરફ પચાસ ટકાથી વધુ વધવો ન જ જોઇએ ને??

તેમજ શિસ્તસભર ભાજપ માં હવે ગુજરાતના જુદા જુદા ખુણેથી આંતરીક વિસંવાદીતતા દર્શાવતા વિધાનો શું દર્શાવે છે??

ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત અને ભય દૂર કરવાની વાત માટે ગ્રાસ રૂટથી કામ કરવુ પડશે તે પણ આ પરીણામો દર્શાવે છે

ભાજપમાં અનુશાસન છે અને હતુ(ભલે પહેલા જેટલુ નથી , કોઇ કંઇક આશાથી કોક કંઇ દબાણથી કોક કંઇ લાભ મળવાથી અનુશાસન પાળે છે) તે સિવાય અમુક પંચાયત સભ્યો અમુક કોર્પોરેટરો, અમુક ધારાસભ્યો મનસ્વી રીતે વર્તી ને કોક તો સરમુખત્યાર જેવા લાગવા મંડ્યા છે કેમકે મોટાભાગની માનસિકતા એ છે કે ૫ વર્ષ મળ્યા તો “ખેતી” કરી લો…….તે વિચાર પક્ષને નબળો પાડે છે નહી તો શાસન વ્યવસ્થાનો આગ્રહ પારદર્શીતાનો છે પરંતુ તે હોદા ઉપર બેઠેલા દરેકના હૃદયમાં અંકિત હોવો જોઇએ ને?? ગમે તેટલા અભ્યાસ વર્ગ નિષ્ઠા કે પ્રમાણીકતાનુ સૌ મા સિંચન ન કરી શકે હા , તે માટે કંટ્રોલપાવર એકસરખી માત્રામાં રહેવો જોઇએ નહીતો ભાજપમાં પણ કોંગ્રેસની જેમ બીજાને મદદ કરનારા અમુક અમુક હશે જ , નહી હોય??

ભાજપમાં હાલ સૌ થી મોટો પ્રશ્ર્ન ઘણાને એ સતાવે છે કે કોની ફરિયાદ ક્યાં કરવી ? સ્થાનીક કક્ષાએ જ્યાં ફરિયાદ કરો ત્યાં તો તે ફરિયાદ સાંભળનારાઓમાંથી અમુક જે અાક્ષેપિત છે તેની સાથે જ ભળેલો હોય તેવી સ્થિતિ જોવા મળતા ખરા અર્થના પાથરણા વાળા એટલે કે પાયાની મહેનત કરવા વાળા કાર્યકર્તાઓ મહદઅંશે મૌન રહે છે.

રાજનિતિજ્ઞો કહે છે કે નેતૃત્વ એક જ સીધી રેખાનુ હોવુ જોઇએ જ્યાથી આદેશ આવે ત્યાંજ ફરિયાદ મુક્ત રીતે કરવાનુ વાતાવરણ બનાવી કાર્યકર્તાઓ હોદેદારોને વિશ્ર્વાસ અપાવવો પડે છે તે ને બદલે બીજી કોઇ મોટી લાયકાત જોઇને અમુકની વિરૂદ્ધમાં કોઇ સાંભળતુ જ નથી.

નહી તો નેતૃત્વ પણ ઇચ્છે જ કે પક્ષ વધુ મજબુત બને વ્યાપ વધે………વગેરે…..પરંતુ ગુજરાતમાં બે બાબતો બની રહી છે એક તો સતાના કેન્દ્રો બે છે બીજુ શાસનનો એક પ્રવાહ છે તેને સમાંતર અંદર પ્રવાહ છે જે શાસન લાક્ષણીકતાઓ-હેતુઓ-લક્ષ્યો છે તેની વિપરીત કાર્યોકરવામાં જ વ્યસ્ત છે જેથી પક્ષને તો નુકસાન ખરૂ સાથે અનેકને પ્રેરણા મળે કે “આવુ” કરાય , કંઇ વાંધો નથી આવતો ઉપરથી ફાયદો થાય છે આ બાબતથી સર્જાતી અસંતુલીતતા પક્ષને નુકસાન કરે છે છતા ગુજરાતમાં ભાજપએ સ્થિર નેતૃત્વ અને મજબૂત સંગઠન નેતૃત્વ ના દર્શન કરાવવા ખૂબ જ જહેમત લેવાની જરૂર છે

વિસાવદરની એક બેઠક ભાજપને ન મળે તો પક્ષને ખાસ કંઇ ફરક ન જ પડે પરંતુ તેની સમીક્ષા થાય તો ત્યાં ચુંટણીમાં ભાજપનો એકજુથ સજ્જતા પુર્વકનો પ્રચાર ન થયો તે સ્વીકારવુ પડે બીજુ આમ થવાના કારણો જગજાહેર છે માટે “ટીકા” નહી પણ “ટોક” માટે ભાજપ સજ્જ થાય તે જરૂરી છે કેમકે ઘણી વખત બહુ ઉંચેથી નીચેનું સ્પષ્ટ દેખાતુ નથી.

મારો ફોટો ન આવ્યો,મને સ્ટેજ પર ન બેસાડ્યો ,મને નાની ખુરશી આપી , મારૂ નામ ન આવ્યુ , મને ફલાણો કોન્ટ્રાક્ટ કે કામ ન મળ્યા , મારૂ સાંભળ્યા નહી , મને હા એ હા કરી પણ……, વરસોથી કાર્યરત છુ છતા મને પદ નહી ને ફલાણા ને બધુ , મેં દરખાસ્ત મુકી તો માન્ય ન રાખી ને પેલાની રાખી , મારા વિસ્તારના કામ કહ્યા તો ભલામણ ન કરી અને બીજાના વિસ્તાર જુઓ , અમારે ઘસાવાનુ ને ફલાણા મૌજ કરે………
વગેરે વગેરે જગજાહેર અસંતોષનો ચરૂ હાલ ઉકળે છે અને નેતૃત્વ એમાનતુ હોય કે કોઇ ક્યાં બોલે છે?? તો તેમ નથી નથી બોલતા એમને સંતોષ તો નથીજ પણ ઘણા પરીબળો ભાગ ભજવે છે
પક્ષના એક આગેવાન કહે છે કે અંદર અંદર નો ઈગો પોષવામાં પક્ષ ની મૂળભૂત માનસિકતા ભુલાઈ તો નથી જતી ને એ સજાગતા જરૂરી થઇ ગઈ છે. પ્રજાના રૂટીન કામો થતા નથી અને સોસીયલ મીડિયામાં અગણીત પોસ્ટ ની હારમાળા સર્જાય છે. આ પોસ્ટમાં છાશવારે આવતી ઉજવણી અને સિદ્ધીના વિષયો સમાવાય છે કોકવાર સમશ્યા સંમેલન રખાય તો કદાચ ખ્યાલ આવશે કે પક્ષના ઘણા સભ્યો કંઇક કંઇક હૃદયમાં દબાવીને બેઠા છે અને એક બીજો વર્ગ મોદી સાહેબ, અમીત શાહ સાહેબ ને સારૂ લગાવવા માટે જ વ્યસ્ત રહે છે. પરંતુ ગ્રાઉન્ડ રીયાલીટી શું??

વિસાવદર ની ચૂંટણી થી ઉભા થતા સમીકરણો થી સ્થિતિ એ બનશે કે જો ગોપાલ ઈટાલીયા તેની નીતિમત્તા ઉપર અડગ રહ્યા તો, ભાજપ એ પોતાના ૫૦% ઉપર ના ધારાસભ્યો ને આવનારી ચૂંટણી માં બદલવા પડશે. ભાજપ ના કાર્યકર્તા અને નેતાઓ ને જલ્દી સમજવું પડશે કે તેઓ પ્રજા માટે આ પક્ષમાં આવ્યા છે, કોઈ વ્યક્તિ માટે નહિ. લોકો બધું જોવે છે અને જાણે જ છે, પણ સક્ષમ વિકલ્પ ના અભાવે લોકો ના છૂટકે અમુક ઉમેદવારને પ્રથમ પસંદગી બનાવે છે.

મહત્વની વાત એ છે કે માનનીય નરેદ્રભાઈ મોદીજી ના ૨૦૦૧ થી ૨૦૧૪ કાળ ગુજરાત ની જનતા એ ચોક્કસ યાદ રાખ્યો છે, અને માત્ર અને માત્ર નરેન્દ્રભાઈ મોદી જી નો જાદુ હજી પણ ગુજરાતમાં ચાલુ છે, મોદીજી અને શાહજી ગુજરાતની સતત ચિંતા કરે છે પણ સમગ્ર દેશની જવાબદારી હોઇ તેઓ ગુજરાતને કેટલો ન્યાય આપી શકે?? છતા બંને નેતાઓ કાર્યકર્તાઓને કહી દે કે જે કરો તે તમારા ને પરતજાના આત્મસ્તોષ માટે કરો માત્ર પોકળ પ્રચારો કરો નહી અને કરાવો પણ નહી કેમકે કોણ શું છે તે ઉપર ખબર જ છે અને ન ખબર હોય તો કોઇપણ નો જરૂ પડ્યે ફીડબેક અડધો કલાકમાં મળી જશે માટે કાર્ટૂન બની પૂંછડીઓ પકડવાની ક્યાં જરૂર જ છે

અમુકને તો ધારાસભ્ય થઇ ગયા એટલે જાણે શું ય થઇ ગયા જેવું સમજવા અને વર્તવા લાગે છે, તેના થી લોકો પારાવાર પરેશાન થઇ ગયા છે. જો આવુ ચાલશે તો આજે નહિ તો કાલે ભાજપને સારા અને સ્યોર ધારેલા ગઢમાં થી પણ આશ્ર્ચર્યકારક પરીણામ મળવા લાગશે માટે જરૂર છે ચિંતનની કેમકે હાલ જીતેલા ધારાસભ્યો મંત્રીઓ માંથી અમુકને ટેસ્ટ ખાતર ચુંટણીમાં ઉભા રાખો……શું પરીણામ આવે છે તે જુઓ……!!??? બહુ જ ટૂંક સમય માં ભાજપને પોતાનુ જહાજ ગુજરાતમાં ફુલપ્રુફ બનાવવુ જ પડશે મતદારો ના મતો અંકે કરવા સાથે લોકપ્રિયતા માટે લોકસંપર્ક સઘન કરવો પડશે જેથી વિશ્ર્વાસે વહાણ ડુબે નહી તે માટે ભાઉને કે બીજા કોઇને એકજ પદ આપવાની જરૂર છે તો પુરતુ ધ્યાન આપી શકાય બીજુ સરકાર જે પ્રચાર કરે છે કામોના એ જ પ્રચાર ભાજપના દરેક કાર્યકરો તેના વિસ્તારમાં રોજ બે કલાક નિષ્ઠાથી કરે છે?? જો ન કરતા હોય તો સોશ્યલ મીડીયા કે બીજા મીડીયામાં સિદ્ધીઓ ગણાવીને બીજી ખામીઓ ઢાંકી નહી જ સદકાયને?? માટે આ મનોમંથન કરવાનો સમય છે. ગોપાલ ઈટાલીયા ગુજરાત વિધાનસભા ના ઇતિહાસ માં ક્રાંતિ લાવે કે ન લાવે અત્યારે ભાજપની સરકારમાં મજબૂત સંગઠનમાં ભાજપ ની સામે વિજય સારા માર્જીન થી મેળવ્યો તે ઇટાલીયાની જીત નહી ભાજપની હાર તરીકે વધુ જોવાય છે તેમાંય ઇટાલીયા વિપક્ષ નેતા તરીકે પણ જાહેર થાય તો નવાઈ નહિ. કોંગ્રેસ અને આપ જો સમજુતિ કેળવે તો આ શક્ય બને, પણ ભાજપ એવું ક્યારેય થવા નહિ દ્યે, કેમ કે નહિ તો ભાજપ ના અમુક ધારાસભ્યો નિષ્ક્રિય છે તે છતું થઇ જાય. પ્રજાની કામગીરી કરવામાં અડધાથી વધુ ધારાસભ્યો નિષ્ફળ ગયા છે. પોતાની ઓફિસ માં ડાયરો ભરી બેસે, બ્લડ કેમ્પ ઇત્યાદિ માં ફોટા પડાવી આવે, પણ પ્રજાની મૂળભૂત સમસ્યા નિવારણ માં સુશ્કતા દાખવી રહ્યા છે ત્યારે સારા વિકલ્પ લોકો શોધવા મંડે તે પહેલા ભાજપ શાસન અને સંગઠન એકસુત્રતા ભર્યા મજબૂત પરતચાર પ્રસાર કરે અને લોકો પાસે વધુ જાય અને ગ્રાઉન્ડ રીયાલીટી જાતે જ જાણીલઇ ને શક્ય તેટલા તમામ ઉકેલ કરાવે તે જરૂરી હોવાનો રાજકીય વિશ્ર્લેષકોનો મત છે

__________________

 

 

 

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!