બાગાયત ખેતી માટે સરકારની સહાય
*જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતો ”ગ્રો મોર ફ્રૂટ ક્રોપ” ઝુંબેશમાં ભાગ લઈ શકશે*
*જામનગર (નયના દવે)
જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડુતો માટે ચાલુ વર્ષ 2024-25 માં રાજ્યના બાગાયત વિભાગ દ્વારા ”ગ્રો મોર ફ્રૂટ ક્રોપ” ઝુંબેશ અમલમાંં મુકવામાંં આવી છે. જેને ધ્યાનમાંં લેતા આંબા, જામફળ, કેળ ટીસ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, કમલમ (ડ્રેગનફ્રુટ) ના વાવેતર અને ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, કોમ્પ્રિહેન્સિવ હોરટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ધનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો જેવા કે આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો જેવા કે દ્રાક્ષ, કીવી, પેશન ફ્રુટ, પપૈયા, સરગવાની ખેતી માટે રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહતમ લાભ તમામ ખેડૂતોને મળવાપાત્ર થાય છે.
તે માટે આઈ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ આ વેબસાઈટ પર જઈને આગામી તારીખ 15/08/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સાથે જરૂરી સાધનિક કાગળો જેવા કે ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ, 7-12, 8-અ, જાતિનો દાખલો (અનુસુચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલો સામેલ રાખીને અત્રેની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર- આ સરનામા પર તમામ વિગતો પહોંચાડવાની રહેશે.
આ અંગે વધુ માહિતી મેળવવા માટે અત્રેની કચેરીના ફોન નંબર 0288- 2571565 પર સંપર્ક સાધી શકાશે. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
*000000*