દાહોદના રામાનંદ પાર્ક ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

તા.૧૫.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રામાનંદ પાર્ક ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
સમગ્ર રાષ્ટ્ર આજે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરી રહ્યું છે, ત્યારે દાહોદના રામાનંદ પાર્ક ખાતે પણ રાષ્ટ્રભાવના સાથે દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ, દાહોદના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં રામાનંદ પાર્ક ખાતે વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ માનવસેવા, સમાજસેવા અને ધાર્મિક કાર્યક્રમોનું અવિરત આયોજન કરવામાં આવે છે. આ જ સેવાકીય પરંપરા અને ઉચ્ચ રાષ્ટ્રભાવના અંતર્ગત રામાનંદ પાર્ક પરિવાર દ્વારા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વને ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. આ ગૌરવશાળી અવસરે સ્થાનિક સામાજિક આગેવાનો, અગ્રણીઓ અને રામાનંદ પાર્ક પરિવારના તમામ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી





