ANJARGUJARATKUTCH

અંજાર નગરપાલિકા અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંજાર શહેર ખાતે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૩ ઓગસ્ટ : અંજાર નગરપાલિકા અને કચ્છ વહીવટી તંત્ર દ્વારા “હર ઘર તિરંગા” કાર્યક્રમ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામય ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા અંજાર શહેરમાં યોજાઈ હતી. આ યાત્રા શહેરની મુખ્ય બજાર ગંગાબજાર, ૧૨ મીટર રોડ અને ઠક્કરબાપા સર્કલ થઈ  કે. કે. એમ. એસ. ગર્લ્સ હાઈસ્કુલ પાસે પહોંચી સંપન્ન થઈ હતી. માર્ગમાં શહેરીજનો દ્વારા યાત્રા પર પુષ્પવર્ષા કરી પીવાના પાણી તથા ચા-નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે સચ્ચિદાનંદજી મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ, રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભારતમાતાની મહાપૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવી હતી.આ તિરંગા યાત્રામાં રાજકીય અને સામાજિક આગેવાનો, શહેરીજનો, પોલીસ જવાનો, સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, સ્કાઉટ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ડી.જે. અને બેન્ડની સુરાવલિઓ સાથે જોડાયા હતા. યાત્રાના રૂટ પર આવતી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર, શ્રી છગનભાઈ ઠક્કરબાપા, સ્વામી વિવેકાનંદજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાઓ પર મહાનુભાવો દ્વારા હારારોપણ કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રાના સમાપન સ્થળે એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.સમારોહના અધ્યક્ષ પદેથી ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ તથા તાંત્રિક વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ભાવનાને વધુ પ્રજ્વલિત કરવાના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “હર ઘર તિરંગા”ના સૂત્ર સાથે સ્વાતંત્ર્ય દિન પૂર્વે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ધ્વજવંદનના કાર્યક્રમો માત્ર શાળાઓ પૂરતા સીમિત હતા, પરંતુ વડાપ્રધાન ના આ અભિયાનથી સમગ્ર દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થઈ છે અને પ્રતિવર્ષ તેમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, જે દેશના નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ ન હોય, તે દેશની સ્વતંત્રતા જોખમાય છે.અંજાર ડેપ્યુટી કલેક્ટર સુરેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશપ્રેમ જાગૃત રહે અને આઝાદીનું મૂલ્ય જીવંત રહે તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ નાગરિકો સાથે મળીને જોડાયા તે પ્રસંશનીય છે. આ પ્રસંગે રાષ્ટ્રીય ભક્તિની એક અનેરી ચેતના જોવા મળી રહી છે.કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન નીલેશગીરી એમ. ગોસ્વામી અને શહેર ભાજપ મહામંત્રી તથા તિરંગા યાત્રા સમિતિના શ્રી ક્રિપાલસિંહ ઝાલાએ કર્યું હતું. આભારવિધિ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાએ કરી હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવતા બાળકો અને નાગરિકોના દેશભક્તિના નારાઓથી સમગ્ર અંજાર નગર ગુંજી ઉઠ્યું હતું. વહીવટી તંત્ર અને નગરપાલિકાના સુચારુ આયોજનથી કાર્યક્રમ સફળ રહ્યો હતો અને શહેરમાં દેશભક્તિનું સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું. આ યાત્રામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, પોલીસ જવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ સહિત સૌએ જોડાઈને રાષ્ટ્રપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માર્ગમાં દુકાનદારોએ પણ યાત્રાને ઉભા થઈને સન્માન આપ્યું હતું.આ પ્રસંગે નાયબ કલેકટર સુરેશભાઈ ચૌધરી, મામલતદાર ભગવતીબેન ચાવડા, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા, ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, અંજાર તાલુકા આરોગ્ય અધિકારી રાજીવભાઈ અંજારીયા, અંજાર તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ભાવેશકુમાર પટેલ, કચ્છ જિલ્લા ભાજપના ખજાનચી સુરેશભાઈ ટાંક, રાપર તાલુકાના સહ પ્રભારી વસંતભાઈ કોડરાણી, ભુજ તાલુકા પ્રભારી ડેનીભાઈ શાહ, હર ઘર તિરંગા અભિયાનના જિલ્લાના સહ ઈનચાર્જ અશ્વિનભાઈ પંડ્યા, અંજાર શહેર ભાજપ મહામંત્રી ક્રિપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠીયા, અંજાર શહેર ભાજપના સહપ્રભારી  જનકસિંહજી જાડેજા, અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, ઉપપ્રમુખ પરેશભાઈ માલસર, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, દંડક ગીરીશભાઈ પરમાર, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અકીબભાઈ બાયડ, ભાજપ અગ્રણી  રામજીભાઈ ધેડા ઉપસ્થિત રહ્યા હતા.સાથે જ કાઉન્સિલર સર્વે કુંદનબેન જેઠવા, ધનુબેન ગઢવી, પાર્થભાઈ સોરઠીયા, જયેશભાઈ બલદાણીયા, તેજપાલભાઈ લોચાની, અલ્પેશભાઈ દરજી, પ્રીતિબેન માણેક, કુંદનબા જાડેજા, અમિતભાઈ વ્યાસ, રાજેન્દ્રસિંહ ટી. જાડેજા, નિતાબેન ઠક્કર, મમતાબેન વેગડ, નિલેશગિરિ ગોસ્વામી, સોનલબેન મેહતા, હર્ષાબેન સોરઠીયા, ફરીદાબેન કુંભાર, કલ્પનાબેન ગોર, તારાબેન પ્રકાશભાઈ રોંશિયા, સંદીપાબેન સોની, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, વાઇસ ચેરમેન  તેજસભાઈ મહેતા જોડાયા હતા.આ ઉપરાંત અંજાર શહેર ભાજપ ઉપપ્રમુખ કલ્પેશભાઈ કોઠારી, કિંજલભાઈ બુદ્ધભટ્ટી, સંજયભાઈ પેડવા, જયશ્રીબેન ઠક્કર, અંજાર શહેર ભાજપ મંત્રી ભૌતિકભાઈ ખંડોર, મંજુલાબેન ચૌહાણ, સંદીપાબેન સંજોટ, ચેતનભાઈ ઝાલા, ગોપાલભાઈ આહીર, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નીતિનભાઈ લોચાણી, હેમાંગગીરી ગોસ્વામી, અંજાર શહેર યુવા ભાજપના પ્રમુખ આકાશભાઈ કોડરાણી, મહામંત્રી મિલનભાઈ લોઢા અને હિતેનભાઈ સોરઠીયા, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ મયુર ખીમજીભાઈ સિંધવ, મહિલા મોરચાના પ્રમુખ ઈલાબેન ચાવડા, મહામંત્રી પૂજાબેન બારમેડા અને  વૈશાલીબેન સોરઠીયા, અંજાર શહેર બક્ષીપંચ મોરચાના મહામંત્રી નિરવભાઈ કાપડી અને  હાર્દિકભાઈ પ્રજાપતિ, સાગરભાઈ કાનાણી, દીક્ષિત મીરાની, રવિરાજ જાડેજા, શ્રી વેદાંત સોની,  શૈલ માણેક, અભિષેક પારેખ, ચિરાગભાઈ સિંધવ, પ્રકાશભાઈ કોડરાણી વગેરે આગેવાનો આ યાત્રામાં સહભાગી બન્યા હતા.આ યાત્રાને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, શાસનાધિકારી મુરજીભાઈ મીંઢાણી અને કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડેના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ બુધભટ્ટિ, નરશીભાઈ દાવા, પ્રકાશભાઈ રોંશિયા, ગુંજનભાઈ પંડયા, શ્રી શંકરભાઈ સિંધવ, ભારતીબેન બારોટ, શ્રી મયુરભાઈ હેરમા, સાવનભાઈ પંડ્યા, પ્રવીણભાઈ કેરાઈ, દર્શનસિંહ રાઠોડ, જીતેન્દ્રભાઈ જોશી, અનિલભાઈ ત્રિપાઠી, જીગ્નેશગીરી ગોસ્વામી, ભરતભાઈ સરપટા, હિતેન્દ્રસિંહ ગોહિલ, મહેશભાઈ ઠાકોર, વિનોદ શામળીયા, કિશનભાઈ પ્રજાપતિ, જય ખોડીયાર, ગૌરવભાઈ બાંભણિયા, બાદલ નાથબાવા, હરેશ ભાણજી, નિશાન ચવેલીયા,  ધવલભાઈ થરાદરા, નિરૂપાબેન પ્રજાપતિ, મિરલબેન વેગડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!