
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ગ્રીન લેયર ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વિશેષ સેવાકીય પ્રવૃત્તિ કરતા લોકોનું સન્માન કરવામાં આવ્યું
ગ્રીન લેયર ફાઉન્ડેશન દ્વારા એક હજાર વિવિધ રોપાઓ વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું

હિંમતનગર સ્વામિનારાયણ મંદિર મુકામે ગ્રીન લેયર ફાઉન્ડેશનના પ્રમુખ અને એ પી કન્સલ્ટન્સી ના સીઈઓ અનિલ સિંહ પરમાર સ્વામીશ્રી કૌશલ મુનિ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રાજ સુતરીયા અને વિદ્યાનગરી કોલેજના ના સ્થાપક ડી.એલ.પટેલ ઉપસ્થિત રહી દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ હતો. તેમજ ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાનોને મોમેન્ટ મોમેન્ટો આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દિવ્યાબેન ડામોર લોસ એન્જેલસ અને યુ.એસ.એ ખાતે 2015માં આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણ એવોર્ડ મેળવી દેશનું ગૌરવ વધારેલ છે.જલ્પ પ્રજાપતિ એ વર્ષ 2024 માં ન્યૂઝીલેન્ડ ખાતે ક્રેડિટ કોમનવેલ્થ ફેન્સીંગ ચેમ્પિયનશિપ ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે.નિકુલકુમાર શર્મા જે 30 વર્ષથી વધુ સમયથી વિના મૂલ્ય ઝેરી જાનવરો તેમના દ્વારા ડિટેક્ટ કરવામાં આવ્યા છે. શેખ મોહમ્મદ જાકીર હુસેન જેઓએ વિચરતી વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થામાં જોડાયેલા છે. અને 75,000 હજારથી વધુ વૃક્ષો રોપાનું સાબરકાંઠા જિલ્લાના વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરેલ છે. અલકાબેન પંડ્યા જલારામ વાત્સલ ધામ નામની સંસ્થા સાથે જોડાયેલા છે. જ્યારે યોગીરાજ જોષી
દ્વારા ચક્ષુદાન માટે લોકોને માર્ગદર્શિત કરેલા છે.અશોકભાઈ સથવારા 1500 થી 1600 જેટલા આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં લોકોને મદદરૂપ થયેલ છે. અને તેઓ છેલ્લા 11 વર્ષથી અવરીત સેવાઓ આપી રહ્યા છે. ઉપેન્દ્રસિંહ પરમાર જે ગાયો તથા પશુ પક્ષીઓની છેલ્લા 30 વર્ષથી સેવા કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે આ તમામ તારલાઓનું ઉપસ્થિત રહેલા મહેમાનોએ મોમેન્ટો આપી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે વિદ્યાનગરી કોલેજના સ્થાપક ડી.એલ.પટેલ દ્વારા વિવિધ ક્ષેત્રે યોગદાન આપી રહેલા વિરલાઓનું શાબ્દિક બિરદાવ્યા હતા તેમજ શિક્ષણમાં કન્યાઓનું કેટલું મહત્વ છે એ બાબતે વિશેષ જાણકારી આપેલી હતી. સાથે સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રાજ સુતરીયા દ્વારા ગ્રીન લેયર ફાઉન્ડેશનની સ્થાપનાને લઈ પ્રમુખ અનિલસિંહ પરમારને શુભકામનાઓ પાઠવી હતી.અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે તેમને માટે આર્થિક મદદ કરવા માટે પણ પહેલ કરવા જણાવ્યું હતું અને જુવેનાઇલ ડાયાબિટીસ માટે સાબરકાંઠા જિલ્લામાં અંદાજિત 100 બાળકો શોધી કાઢવામાં આવ્યા છે તેના પ્રત્યેક દર્દી દીઠ 15000 હજાર જેટલો માસિક ખર્ચ આવે છે. જેના માટે ડોક્ટરોને કન્સલ્ટિંગની ફી પણ ચૂકવવામાં આવતી હોય છે તેનો એક વર્ષનો ખર્ચ ગ્રીનલેયર ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ પરમાર દ્વારા આર્થિક યોગદાન આપી મદદરૂપ થવાની સંમતિ આપેલ હતી. અંતે પિયુષભાઈ પટેલ આભાર વિધિ કરી કાર્યક્રમની સમાપન વિધિ કરી હતી.





