ઝાલાવાડ વાસીઓ માટે મનોરંજનના એંધાણ: સુરેન્દ્રનગર શહેરમાં મેળો યોજવા માટે ગ્રાઉન્ડની શોધોખોળ હાથ ધરાઈ
એમ. પી. શાહ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં મેળા સામે સ્થાનિકોનો વિરોધ મનપાના અધિકારીઓએ 5 નવા ગ્રાઉન્ડની લીધી મુલાકાત

તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
એમ. પી. શાહ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં મેળા સામે સ્થાનિકોનો વિરોધ મનપાના અધિકારીઓએ 5 નવા ગ્રાઉન્ડની લીધી મુલાકાત, સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના મેળાની ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે જેને લઇને સુરેન્દ્રનગર મહાનગર પાલિકાને આવક પણ થતી હોય છે અને કોન્ટ્રાક્ટ ઉપર ગ્રાઉન્ડ ભાડે આપી અને મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ એમ બંને સ્થળ ઉપર મેળાનું આયોજન થતું હોય છે ત્યારે ચાલુ વર્ષે સુરેન્દ્રનગર શહેરની સાયન્સ કોલેજ ખાતે મેળાનું આયોજન ન કરવા માટે શહેરીજનો દ્વારા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી સાયન્સ કોલેજ ખાતે મેળાનું આયોજન કરવાથી વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન થતું હોય અને આજુબાજુના લોકોને તકલીફ ઊભી થતી હોવાની રજૂઆત બાદ કમિશનર દ્વારા હવે અન્ય ગ્રાઉન્ડમાં મેળા યોજવા અંગેની તજવીજ શરૂ કરવામાં આવી છે હવે સવાલ એ ઉભો થાય છે કે મેળો કઈ જગ્યાએ યોજવો ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી મેયર અને અન્ય કોર્પોરેટરો દ્વારા મેળાના ગ્રાઉન્ડ અંગેની તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં દુધરેજ ખાતે કેનાલ નજીક આવેલું ગ્રાઉન્ડ ત્રિમંદિર અને આવેલી સરકારી ખરાબાની જગ્યા સાફ-સફાઈ કરી અને ત્યાં ગ્રાઉન્ડ કરી અને મેળા યોજવા અંગેની વિચારણા પણ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત સુરેન્દ્રનગરના જીન કમ્પાઉન્ડ નજીક આવેલા મેળાના મેદાનમાં પણ મેળાનું આયોજન કરવા અંગેની વિચારણા શરૂ કરવામાં આવતા ત્યાં પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત હેલીપેડનું ગ્રાઉન્ડ રોડ ઉપર આવેલું છે ત્યાં મેળો યોજાશે કે કેમ તે અંગેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે અને રિવરફ્રન્ટ ઉપર પણ વિચારણા શરૂ કરવામાં આવી છે તમામ ગ્રાઉન્ડની મુલાકાત લઇ અને આજુ બાજુની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવવામાં આવ્યો છે જોકે ગ્રાઉન્ડ તપાસ બાદ દુધરેજ કેનાલ નજીક આવેલું ગ્રાઉન્ડ અત્યંત દૂર હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત ત્રિમંદિરનું ગ્રાઉન્ડ સાફ-સફાઈ પાછળ મહાનગર પાલિકાના ખર્ચ થાય તેવી પરિસ્થિતિ છે આ ઉપરાંત જીન કંપાઉન્ડનો ગ્રાઉન્ડ છે તે અત્યંત નાનું હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત હેલી પ્લેટનું ગ્રાઉન્ડ ઉપર મેળો યોજાઈ શકે તેવી પરિસ્થિતિ નથી આ ગ્રાઉન્ડ પણ નાનું હોવાનું સામે આવ્યું છે રિવરફ્રન્ટ ની જમીન ઉપર સ્ટ્રક્ચર ઊભું થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને આ જમીન અત્યંત પોચી અને ત્યાં સ્ટ્રક્ચર ઊભું થઈ શકે તેવી પરિસ્થિતિ ન હોવાનું સામે આવ્યું છે.




