GUJARATIDARSABARKANTHA

જીએસઆરટીસી કંડકટરની ભરતી ઉમેદવારોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી

જીએસઆરટીસી કંડકટરની ભરતી ઉમેદવારોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી

જીએસઆરટીસી નિગમ ધ્વારા તા.૦૭/૦૮/૨૦૨૩ નારોજ જાહેર કરેલ કંડકટર કક્ષાની જાહેરાત પ્રમાણે ૩૩૪૨ જગ્યા પર ધોરણ-૧૨ ની ટકાવારીની મેરીટ ઉપરથી કંડકટર કક્ષાની પરીક્ષાનુ આયોજન કરવામા આવનાર છે જેથી ફક્ત મેરીટમા આવવા માટેના ફોર્મ ભરવા હજારો ઉમેદવારોએ કંડકટર માટે જરુરી કંડકટર લાયસન્સ અને પ્રાથમીક સારવાર પ્રમાણપત્ર કઢાવ્યુ જેમા ઉમેદવારોને ઘણો ખર્ચો થયો અને જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો મેરીટમા આવી જવાની આશા સાથે તૈયારી કરવા લાગ્યા પરંતુ પાછળથી નિગમ ધ્વારા ૩૩૪૨ જગ્યા ઘટાડીને ૨૩૨૦ કરી દેવામા આવી જેમા લગભગ ૧૦૦૦ જેટલી જગ્યા ઘટાડી દેવાઈ અને આખરે ૧.૨ વર્ષના લાંબા સમયના અંતે તા.૧૮/૦૯/૨૦૨૪ નારોજ મેરીટ જાહેર કરવામા આવ્યુ મેરીટ આવતા હજારો ઉમેદવારો ફક્ત પરીક્ષા આપવાથી પણ વંચિત રહી જાય એમ છે આ બાબતે દરેક ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે એ માટે કેટલાંક મદ્દાઓનુ ન્યાયપુર્ણ નિરાકરણ લાવવા ફોર્મ ભરેલ દરેક ઉમેદવારને પરીક્ષા આપવા મળે એવી ઈડર પ્રાંત અધિકારીને ઉમેદવારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમા રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય એસ. ટી. નિગમના ચેરમેનને ૧૫ ગણા ઉમેદવારોના બદલે તમામ ઉમેદવારને પરીક્ષા આપવા મળે એવી રજૂઆત કરવામા આવનાર છે

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!