GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: દીવ ખાતે ખેલો ઇન્ડિયા અંતર્ગત બીચ ગેમમાં ગુજરાતની બીચ સોકર ગર્લ્સ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો

તા.૨૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ખેલાડીઓને રાષ્ટ્રીયસ્તરે રમતગમત માટે પ્રોત્સાહન આપવા ખેલો ઇન્ડિયા શ્રેષ્ઠ માધ્યમ પુરવાર થયું છે. ભારત સરકારના યુવા, સાંસ્કૃતિક અને રમત વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૧૯ મેથી તા. ૨૪ મે સુધી ખેલો ઇન્ડિયા અંતર્ગત દીવ ખાતે ‘ખેલ કે સિતારે, દીવ કે કિનારે’ સૂત્ર સાથે બીચ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વુમન કેટગરીમાં ગુજરાતની બીચ સોકર ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો અને ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીયસ્તરે રોશન કર્યું હતું, તેમ યાદીમાં જણાવાયું છે.





