ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2026 નું આયોજન
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2026 નું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ગુજરાત સરકાર , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ 2026 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાયલ અંતર્ગત સમગ્ર ભારત માં છેલ્લા 31 વર્ષ થી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે આ પ્રોજેક્ટ થીમ બેઇઝ હોવાથી આ વર્ષની મુખ્ય થીમ સું સ્થાયિતા માટે વિજ્ઞાન અને નવીનતા રાખવામાં આવેલ છે આ પ્રોજેક્ટ માં બાળકો વધુ ને વધુ ભાગ લે તેવા હેતુ અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન ઓફલાઇન તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જુનાગઢ જીલ્લાના શિક્ષકશ્રીઓમાટે કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ પસંદગી, વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ તેમજ નવીન અભિગમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકશ્રીઓને સશક્ત બનાવી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન કૌશલ્ય, નવીન વિચારસરણી અને સમસ્યા-નિવારણ ક્ષમતાનો વિકાસ પ્રોત્સાહિત કરવાનો છે…બાળકોને વિજ્ઞાન વિષે ની વિશેષ માહિતી એકઠી કરી પોતાની આસપાસમાં ઉદભવતી સમશીયાઓ નું જ્ઞાન મેળવે અને રૂઢીગત જ્ઞાનતંત્ર સુધારવા તથા જ્ઞાન માં વધારો કરવા આ પ્રોજેક્ટ સંશોધન કરાવી શકે તેનું રજીસ્ટ્રેશન 31 જુલાઇ 2026 ચાલુ રહેશે. આ પ્રોગ્રામમાં જૂનાગઢ તથા જૂનાગઢ જિલ્લા માંથી વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તેવી આશાઓ રાખવામાં આવેલ છે તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદી માં જણાવેલ છે .
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





