વડનગર ના સુંઢિયા ખાતે ગુજરાત રાજ્ય હોમગાર્ડ ની ખાતાકીય પરીક્ષા યોજાઈ
10 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકાર ગૃહ વિભાગ હોમગાર્ડઝ દળના પ્લાટૂન કમાન્ડર, કંપની કમાન્ડર રેન્ક ના અધિકારીઓ માટે પ્રમોશન લઈને કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડર રેન્ક ની પરીક્ષા ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળ દ્વારા ઉ.ગુજરાત રીજીયોનલ તાલીમ કેન્દ્ર સુંઢિયા ખાતે યોજવામાં આવી હતી. જેમાં ગુજરાત ભરમાંથી હોમગાર્ડ દળના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. રેન્ક ટેસ્ટ પરીક્ષા કમિટીના ચેરમેન એમ.એન.ત્રિવેદી સિનિયર અધિકારીઓ રાજ્ય ના અલગ અલગ જીલ્લાઓ માંથી પરીક્ષા આપવા માટે આવેલ હોમગાર્ડઝ અધિકારી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય હોમગાર્ડઝ દળના ઉપસ્થિત અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી રેન્ક ટેસ્ટ ૫રીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શસ્ત્ર કવાયત, વેપન ટ્રેનિંગ, સીવીલ ડિફેન્સ રાયફલ, પદ કવાયત, ડ્રિલ, ગ્રાઉન્ડ, લાઠી, શારીરિક પી.ટી., લેખિત પેપરો, ટન આઉટ, ડિઝાસ્ટર અને પ્રાથમિક સારવાર,જનરલ નોલેજ વગેરે વિષયો ની પરીક્ષા પ્રકિયા હાથ ધરવા માં આવી હતી. તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ