DAHODGUJARAT

ધર્મરક્ષક સેવા દળ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ હિંદુ પ્રવાસીને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવી તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

તા.૨૫.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ધર્મરક્ષક સેવા દળ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ હિંદુ પ્રવાસીને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવી તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

આજરોજ તારીખ.૨૫.૦૪.૨૦૨૫ ના રોજ ધર્મરક્ષક સેવા દળ દાહોદ દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને દેશના રાષ્ટ્રપતિને સંબોધી એક આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં જમ્મુ કાશ્મીરમાં જે રીતે હિન્દુ પ્રવાસીઓને તેમની જાતિ અને ધર્મ પૂછે તેમને ટાર્ગેટ કરી હત્યા કરવામાં આવી જેની અંદર જે રીતે પ્રશાસન અને મીડિયા અને પીડિત પરિવારો દ્વારા જે નિવેદનો બહાર આવ્યા છે જેમાં સ્પષ્ટ જોવાય છે કે આ આતંકવાદી હુમલો તો છે જ પણ એક કોન્ટ્રાક્ટ ટાર્ગેટ કિલિંગ નો ભાગ છે કારણ કે જેમાં હિન્દુઓને જાતિ પૂછી અને તેમના વસ્ત્ર ઉતારી ચેક કરી હત્યા કરવામાં આવી છે જેની ધર્મરક્ષક સેવા દળ ના સભ્યો દ્વારા સ્પષ્ટ તપાસ થાય તેવી માંગ કરવામાં આવી સાથે જે પીડિત પરિવારો છે તેમની તમામ જવાબદારી સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવે સાથે જે પીડિત પરિવારના બાળકો છે તેમના ઉજ્વળ ભવિષ્યની પણ જવાબદારી સરકારે તાત્કાલિક ધોરણે લેવી જોઈએ અને આની ચોક્કસ પણે સ્પષ્ટ તપાસ થાય અને આમાં કોઈ પણ આતંકવાદી સંગઠન કે પાકિસ્તાન જેવો દેશ પણ હોય તો તેના ઉપર તાત્કાલિક ધોરણે જે પણ કડકમાં કડક પગલાં લેવા જોઈએ તે લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી

Back to top button
error: Content is protected !!