હાલોલ રૂરલ પોલીસે રાધનપુર તલકવાડા ગામેથી વિદેશી દારૂનાં જથ્થા સહિત 26,400/- રૂ.નો મુદ્દામાલ ઝડપ્યો,બે ખેપિયાની ધરપકડ
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૬.૬.૨૦૨૪
હાલોલ રૂરલ પોલીસને મળેલ બાતમી ના આધારે હાલોલ તાલુકાના રાધનપુર તલકવાડા ગામેથી રુપિયા 26,400/-નો વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડી પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથક ના પી.આઈ આર. એ.જાડેજા ને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાધનપુર તલકવાડા ગામે બે ઇસમો ભારતીય બનાવટ નો વિદેશી દારુ નો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ મથકના સર્વેલન્સ સ્કોવડના પોલીસ સ્ટાફે રાધનપુર તલકવાડા ગામે જઇ છાપો મારતા ખેતરમા માં સંતાડી રાખોલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં બિયર ટીન નંગ 216 જેની કિંમત રૂ 21,600/- તેમજ પ્લાસ્ટિકના કવાટરીયા નંગ 48 જેની કિંમત 4800 રૂ.નો જથ્થો મળી આવતા પોલીસે 26,400/- ના મુદ્દામાલ સાથે શૈલેષ દલસિંગભાઈ રાઠવા અને અનિલકુમાર નરવતભાઈ પરમાર બંને રહે.રાધનપુર તલકવાડા તા,હાલોલ નાઓને ઝડપી તેઓની સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી બે ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.પોલીસની રેડ ના સમાચાર વાયુવેગે ફેલાતા તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.