હાલોલ રૂરલ પોલીસે વીટોજ ગામેથી આઈપીએલ મેચ પર સટ્ટો રમતા ચાર સટોડીયાઓને 4,45,500 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૪.૨૦૨૫
આઈપીએલ 2025 ની સીઝન હાલ ચાલી રહી છે.મેચોની સીઝન શરુ થતા સટોડીયાઓ પણ એકટીવ થઈ જાય છે.પંચમહાલની હાલોલ રૂરલ પોલીસે બાતમીના આધારે સટોડીયો સટ્ટો રમી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે રેડ પાડી હતી.જેમા ચાર જેટલા સટોડીયા ઝડપી પાડીને 4,45,000 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામા થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર ધ્યાન રાખવા પોલીસ ટીમને સુચનાઓ આપી હતી.હાલમા આઈપીએલ મેચોની સીઝન ચાલી રહી છે. ત્યારે હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ.જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના વિટોજ ગામે રહેતો રમેશ ગણપતભાઈ પરમાર ના ખેતરમાં બનાવેલ ઓરડીમાં કેટલાક ઇસમો સટ્ટો રમી રહ્યા છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે તે જગ્યાએ રેડ પાડી હતી.જ્યા ચાર જેટલા ઈસમો મેચ પર હાર જીતનો સટ્ટો રમતા હતા. પકડાયેલા આરોપીઓમાં (૧)રાજકુમાર ચાંદવાણી રહે, વારસિયા વડોદરા,(૨) તરુણ જગદીશભાઈ રાજપુત રહે. કારેલીબાગ વડોદરા (૩)મંહમદ શબનાન મહમંદ કાસિમ અંસારી રહે.વારસિયા વડોદરા (૪) રમેશ ગણપતભાઈ પરમાર રહે વીટોજ,હાલોલ ને ઝડપી પાડયા હતા જ્યારે આ મામલે એક આરોપી મહેશભાઈ દવે રહે અમદાવાદ ને વોન્ટેડ જાહેર કર્યો છે.પોલીસે મોબાઈલ ફોન,રોકડ રકમ, લેપટોપ ટેબલેટ સહિત કુલ મળીને 4,45,000 લાખનો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.