વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગિરિમથક સાપુતારા ખાતે ફોટોગ્રાફીનું કામ કરનાર 21 વર્ષીય યુવક ઘરે પરત ફરી રહ્યો હતો.તે દરમિયાન મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને મોટરસાયકલ 50 થી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાટકી જતા ગંભીર અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું.મૂળ બિહાર રાજ્યના ધનંજય બિરેન્દ્ર ભગત (ઉ. વ.૨૧) જે સાપુતારા ખાતે ફોટોગ્રાફીનું કામ કરી પોતાનું ગુજરાત ચલાવે છે. ત્યારે આ યુવક સાંજના સમયે પરત ફરો રહ્યો હતો.તે દરમિયાન પોતાના હવાલાની મોટરસાયકલ નં.GJ-30-B-7468 લઈને સાપુતારા સનરાઇઝ પોઇન્ટના ઉતરતા ઢાળમાં પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલના હેન્ડલ ઉપરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી.અને મોટરસાયકલ રોડની ડાબી બાજુ લોખંડની સેફટી એંગલ સાથે અથડાઇ ગઇ હતી અને મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈ જતા આશરે ૫૦ થી ૬૦ ફુટ ઊંડી ખાઈમાં પડી જતા યુવકને માથાના ભાગે તથા શરીરે નાની-મોટી ગંભીર ઈજા પહોંચી હતી.ત્યારે અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતુ.આ અકસ્માતને પગલે સાપુતારા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની ફરી એક યુવાન ડૂબી જવાની ઘટના
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આયોજન, #MMC4WOMEN
MORBI:મોરબીમાં ચકચારી જમીન દલાલની હત્યા કેસમાં પાંચ આરોપી ઝડપાયા
Follow Us