GUJARATHALOLPANCHMAHAL

હાલોલ – ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હર્ષાબેન શુક્લને રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૨.૨૦૨૫

બિહાર રાજ્યના છપરા ખાતે 9માં ફેસ ઓફ ફ્યુચર ઇન્ડિયા રાષ્ટ્રીય પ્રેરણા દૂત એવોર્ડ માં પંચમહાલ જિલ્લાના હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ ના આચાર્ય હર્ષાબેન શુક્લને રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં ભારત દેશના કુલ 20 રાજ્યોમાંથી વિભિન્ન સાંસ્કૃતિક કાર્યકર્તા અને સામાજિક કાર્યકર્તાની પસંદગી કરવામાં આવી હતી.જેમાં પોતાના કાર્યમાં નિપુણતા ધરાવતા વિભન્ન યુવાન કાર્યકર્તાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.જેમાં ગુજરાત રાજ્ય માંથી સામાજિક કાર્યકર્તા અને પ્રાથમિક શાળાકીય બાળ પ્રવુતિ જેમાં માનવતા,મનો-જાગૃતિ,આત્મલક્ષી, મૂલ્ય શિક્ષણ ,કન્યા સંરક્ષણ, માસિક-ધર્મ સમયે સ્વચ્છતાં, અનુશાસન,જેવા વિવિધ કાર્યક્રમો માં નિપુણ એવા ગુજરાત રાજ્ય ના પંચમહાલ જિલ્લામાં આવેલ હાલોલ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ પ્રાથમિક વિભાગના આચાર્ય હર્ષાબેન શુક્લની પસંદગી કરવામાં આવી હતી આ ગૌરવપૂર્ણ પુરસ્કારથી આચાર્ય હર્ષાબેન શુક્લ એ ગુજરાત રાજ્ય અને પંચમહાલ જિલ્લા સાથે હાલોલ તાલુકા અને ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ નું નામ રાષ્ટ્રીય કક્ષા એ ગુંજતું કરી અદ્ભૂત સિદ્ધિ હાસિલ કરી તે બદલ સમગ્ર રાજ્ય જિલ્લા અને તાલુકા સાથે શાળા અને શાળા મંડળ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!