તા.૨૯.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી તથા હેલ્ધી ન્યુટ્રીશન ક્લબ દ્વારા આયોજિત સ્વાસ્થ્યનું સ્નેહ મિલન
Dahod: દાહોદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી તથા હેલ્ધી ન્યુટ્રીશન ક્લબ દ્વારા આયોજિત સ્વાસ્થ્યનું સ્નેહ મિલન તારીખ.૨૬.૦૪.૨૦૨૫ ના રોજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ના કોન્ફરન્સ હોલમાં સાંજે પાંચ કલાકે રાખવામાં આવ્યો હતો. લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા આયોજિત લોક ઉપયોગી નિશુલ્ક સેમિનાર બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ ના મંત્રી અને કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા, એપીએમસી વાઇસ ચેરમેન કૈલાશભાઈ ખંડેલવાલ, પ્રમુખ લાયન સેફીભાઈ પીટોલવાળા ,મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા ,ખજાનચી લાયન રાધેશ્યામભાઈ શર્મા ,હેલ્ધી ન્યુટ્રીશન ક્લબના મોહનભાઈ ફળદુ ,વર્ષાબેન ફળદુ ઉપસ્થિત માં યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં દસ વર્ષથી વધારે અનુભવ સાથે ૫૦૦ થી વધારે ફેમિલીને તંદુરસ્ત જીવન જીવતા કરનાર હેલ્થ અને સિનિયર વેલનેસ કોચ ગુંજન કરડાની રાજકોટથી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જેમને હેલ્થ અને વેલનેસ પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેમને નાની નાની બાબતો ઉપર ધ્યાન રાખી ઈલનેસથી વેલનેસ તરફની સ્વાસ્થ્ય સંબંધિત ઉપયોગી માહિતી આપી હતી. ખાવા પીવાની આદતો બદલી અને જીવનશૈલી આદતોમાં સુધારો કરી કેવી રીતે હેલ્ધી લાઈફ એન્જોય કરી શકે તે અંગે તેમના અનુભવો લોકો સાથે શેર કર્યા હતા. કાર્યક્રમને અંતે લાયન્સ ક્લબ દાહોદ સીટી દ્વારા વેલનેસ કોચ ગુંજન કરડાની અને સ્વાસ્થ્યનું લોકો ઉપયોગી કામ કરતા ક્લેપીંગ ક્લબના કોચ લાયન રાજકુમાર સહેતાઈ નું બુકે અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આભાર વિધિ લાયન્સ ક્લબ દાહોદ સિટીના મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી.આ સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં દાહોદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનાર પોતાના માટે ઉપયોગી રહ્યો તે અંગે પોતાના પ્રતિભાવ પણ આપ્યા હતા