ARAVALLIGUJARATMODASA

મોડાસા – ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે એન.એસ.પટેલ લો કોલેજ, મોડાસાના આચાર્ય શ્રી રાજેશ વ્યાસનું સન્માન

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે એન.એસ.પટેલ લો કોલેજ, મોડાસાના આચાર્ય શ્રી રાજેશ વ્યાસનું સન્માન

મોડાસા : ૮૦ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રી રાજેશ વ્યાસ, આચાર્યશ્રી, એન.એસ.પટેલ લો કોલેજ, મોડાસાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું

શ્રી રાજેશ વ્યાસ વર્ષ ૨૦૦૭થી એન.એસ. પટેલ લો કોલેજ, મોડાસામાં આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા છે. કાયદા શિક્ષણ ક્ષેત્રે તેમના લાંબા અને સમર્પિત અનુભવ દ્વારા અનેક વિદ્યાર્થીઓના શૈક્ષણિક તેમજ વ્યવસાયિક ઘડતરમાં તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ના લો ફેકલ્ટીના ડીન તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે તેમજ Ph.D. માર્ગદર્શક તરીકે કાયદા ક્ષેત્રના સંશોધનને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમની આગવી શૈક્ષણિક દૃષ્ટિ, કુશળ નેતૃત્વ, સંશોધનપ્રત્યેની નિષ્ઠા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની ઉત્કૃષ્ટ ફરજ બદલ સન્માનપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સન્માનથી કોલેજ પરિવાર, વિદ્યાર્થીઓ અને કાયદા શિક્ષણ ક્ષેત્રે આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

Back to top button
error: Content is protected !!