GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરના ઓમ ટેનામેન્ટ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ‘અખંડ ભારત સંકલ્પ દિવસ’ની ઉજવણી કરાઈ.

તારીખ ૧૬/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) કાલોલ નગર મહાવિદ્યાલય વિભાગ હેઠળ આવેલી શ્રી બિરસા મુંડા શાખા દ્વારા શુક્રવારે રાત્રે કાલોલ સ્થિત ૐ ટેનામેન્ટ ખાતે ‘૧૪ ઓગસ્ટ – અખંડ ભારત સંકલ્પ દિવસ’ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાળ સ્વયંસેવકો, તેમના માતા-પિતા, સોસાયટીના રહીશો તેમજ મહાવિધાલય વિભાગના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુખ્ય વક્તા જયભાઈ ભટ્ટ અને ધનંજયભાઈ ચૌહાણે ઉપસ્થિત લોકોને ભગવાન શ્રી રામના જીવન ચરિત્રમાંથી પ્રેરણા લેવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે ‘અખંડ ભારત સંકલ્પ દિવસ’ના મહત્વ અને ઇતિહાસ વિશે સુંદર તથા પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!