વેજલપુર વણિક પંચની હાલોલની સામાન્ય સભામાં મહેલોલના કાર્યકરનુ સન્માન
તારીખ ૩૦/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
શ્રી વેજલપુર એકડા વિશા ખડાયતા વણિક પંચની હાલોલ સ્થાનિક પંચના આમંત્રણથી યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં શ્રી વેજલપુર એ.વિ.ખ. વણિક પંચના માજી પ્રમુખ, નિવૃત્ત આચાર્ય અને શિક્ષક કાર્યકર કૃષ્ણકાંત ઓચ્છવલાલ શાહ મહેલોલનું બુકે, પ્રશસ્તિપત્ર-સન્માનપત્ર અને શાલ ઓઢાડીને વણિક પંચના પ્રમુખ શશીકાંતભાઈ, વિકાસ મંડળના પ્રમુખ પ્રદીપભાઈ વણિક પંચના માજી પ્રમુખ ચિરાગભાઈ, સ્થાનિક વણિક પંચના પ્રમુખ સચિનભાઇ તથા વણિક પંચના અન્ય હોદે્દારો દ્વારા શ્રી સરસ્વતી વિદ્યામંદિર, હાલોલમાં તારીખ ૨૯/૦૯/૨૦૨૪ ના રોજ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.સૌએ કરતાલ ધ્વનિથી અભિવાદન કર્યુ હતું. સામાજિક,શૈક્ષણિક, આરોગ્યલક્ષી,ધાર્મિક, અનેક પ્રકારની સંસ્થાઓમાં સેવાકીય કાર્યોની કદર રૂપે વણિક પંચના માજી પ્રમુખનું વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે કે. ઓ. શાહ મહેલોલનું હાલોલમાં સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનના પ્રત્યુત્તરમાં કે. ઓ.શાહે વણિક પંચનો અને મહેલોલ સહિત ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો.