AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 નિમિત્તે નેશનલ કુસ્તી ચેમ્પિયન ગોપી આહીરનું સન્માન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ઉજવણી અંતર્ગત સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત (SJAG) દ્વારા 8 માર્ચે સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે વિશેષ સમારોહ યોજાયો.
આ અવસરે નેશનલ કુસ્તી ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અને રાજ્યનું ગૌરવ વધારનાર ગોપી આહીરને “Player of the Game 2025” રેસલિંગ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી.
SJAG દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં અનેક રમતગમતપ્રેમીઓ અને સાહિત્ય-સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ગુજરાતના ખેલાડીઓની મહેનત અને પ્રતિભાને માન્યતા આપવાના હેતુથી આપવામાં આવતા આ એવોર્ડથી ગોપી આહીરની સિદ્ધિઓને પ્રસંશિત કરવામાં આવી.
આ સન્માન સાથે ગુજરાતમાં મહિલા રમતગમત પ્રત્યે વધુ ઉદાહરણ અને પ્રેરણા ફેલાશે, તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો.