MEHSANAVIJAPUR

વિજાપુર જુના ફુદેડા ગામના યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત શોધખોળ બાદ લાશ મળી આવી

વિજાપુર જુના ફુદેડા ગામના યુવકનું નદીમાં ડૂબી જવાથી મોત શોધખોળ બાદ લાશ મળી આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફુદેડા થી પેઢામલી સપ્તશ્વર કટી મંદિરના ત્રિભેટે જતા આવતી સાબરમતી નદીમાં વરસાદ બાદ નવા આવેલ પાણીમાં જૂના ફુદેડા ગામનો યુવક નદીમાં પડતા ડૂબી ગયો હતો જેની જાણ ગામલોકોને થતા નદીના પટે દોડી આવ્યા હતા. જોકે 48 કલાક ની મથામણ બાદ યુવકની લાશ મંગળવારે સવારે મળી આવી હતી.તાલુકાના જુના ફુદેડા ગામનો નવ યુવાન ચૌહાણ રણજીતકુમાર તલાજી સોમવારે પોતાના ગામથી નીકળી નદીના પટે ગયો હતો. જ્યાં નદીમાં આવેલ ઊંડા ધરા તરફ તણાઈ જતા ડૂબી જતા પરિવાર જનો સહીત નદીના તટે પોહચી તરવૈયા ઓની મદદથી ડૂબેલા યુવકની લાશ ની શોધખોળ કરવામાં આવી હતી.આ બાબત ની જાણ તંત્ર ને કરવા માં આવતા પોલીસ પ્રશાસન ના કર્મચારીઓ પણ સ્થળે દોડી આવ્યા હતા. જોકે 48 કલાક ની ભારે જહેમત બાદ યુવકની લાશ મંગળવારે સવારે મળી આવી હતી.યુવકની લાશ મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.જોકે આવો બનાવ બીજો ના બને તે માટે પ્રશાસન દ્વારા અહીં નોટીસ બોર્ડ લગાવે તેમ નદી તટે તંત્ર તકેદારી રાખે તેવુ ગ્રામજનો ની પણ માંગ ઉઠી હતી.

Check Also
Close
Back to top button
error: Content is protected !!