Rajkot: ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ તા. ૭મી જુનથી ખુલ્લું મુકાયું

તા.૯/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
ખેડૂતો તા. ૧૪ જૂન સુધી નવીન પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે
Rajkot: રાજ્યમાં ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ખેડૂતો લઈ શકે તે હેતુથી www.ikhedut.gujarat.gov.in નવીન પોર્ટલ ૭મી જુનથી ખુલ્લું મુકવામાં આવ્યુ છે. જેના પર ખેડૂતો ૧૪ જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
આ અંગે રાજકોટના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે કે, નવીન આઈ-ખેડૂત પોર્ટલ ૭મી જુનથી ખુલ્લું મુકવામાં આવ્યુ છે, જે ૧૪ જૂન સુધી ખુલ્લું રહેશે. અરજી કરતા પહેલા ખેડૂતોએ મોબાઈલ નંબરથી નોંધણી કરાવવી ફરજિયાત છે. બાદમાં જ યોજનાના લાભ માટે અરજી થઈ શકશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા-તાલુકા મથકોએ ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કર્યા બાદ પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
રાજ્યના ખેડૂતોને કિસાન ડ્રોનની ખરીદી પર સહાય આપવાની યોજના (નવી), એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના, પાક મૂલ્ય વૃદ્ધિ યોજના, SMAM – પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, SMAM – ગ્રામ્ય સ્તરે ફાર્મ મશીનરી બેન્કની સ્થાપના, SMAM – કસ્ટમ હાયરિંગ સેન્ટરની સ્થાપના, સ્માર્ટ એન્ડ પ્રિસિઝન ફાર્મિંગ યોજનાનો લાભ મેળવવા માગતા ખેડૂતોને નિયત સમયમર્યાદામાં અરજી કરવા યાદીમાં જણાવાયું છે.


