AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો તા.૦૧/૧૨/૨૦૨૪થી પોર્ટલ પર અરજી કરી શકશે

અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયો માટે અરજી કરી શકે તે માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ સહાયલક્ષી ઘટકો જેવા કે સરગવા, મલ્ચ લેઇંગ મશીન, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી, પ્રોસેસિંગ , ડીસ્ટીલેશન યુનિટ ,ખેતર પરના શોર્ટીગ ગ્રેડિંગ યુનિટ, મિશન મધમાખી, છુટા ફૂલો ,કંદ ફૂલ, બાગાયત મશીનરી, યાંત્રિકરણ ઘટકો માટે તા. ૦૭/૧૨/૨૦૨૪ સુધી, જ્યારે કમલમ, ખારેક, પપૈયા ,નાળિયેરી ,કેળ ટિસ્યુ, વિવિધ ફળપાકો વાવેતર,કોમ્પ્રિહેંસિવ હોર્ટીકલ્ચર, નેટ હાઉસ ,પોલી હાઉસ ,આંબા જામફળ પાક વાવેતર, નવીનીકરણ, કોલ્ડ ચેઈન સપ્લાય, રાયપનીંગ ચેમ્બર, નાની નર્સરી ,ફંક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઘટકોમાં લાભ મેળવવા માટે તા.૧૫/૧૨/૨૦૨૪ સુધી ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જે બાગાયતદાર ખેડૂતો આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓ પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે, તેમ બાગાયત વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબધિત સાધનિક કાગળો (૮-અ, ૭-૧૨ ની નકલ, આધારકાર્ડ, ખેડૂત નોંધણી પત્રક, બેંક પાસબુકની નકલ/ બેંક ખાતાની વિગત) સહિત ૭ દિવસમાં નાયબ બાગાયત નિયામકની કચેરી, પ્રથમ માળ, બ્લોક-સી, બહુમાળી ભવન, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે જમા કરાવવાની રહેશે.

ખેડૂતો આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરીનો 079-26577316 પર સંપર્ક કરી શકશે.

Back to top button
error: Content is protected !!