GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

ચીખલી તાલુકામાં નવનિર્મિત સોલધરા ગ્રામ પંચાયત ભવનનું આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

“સુવિધાસભર ગ્રામ્ય માળખું વિકાસની ચાવી છે” – આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ*

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સોલધરા ગામે  આજે રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત  ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસને પ્રાથમિકતા આપી રહી છે અને ગામડાઓમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ  છે. નવું પંચાયત ભવન ગામના વહીવટને વધુ સુવ્યવસ્થિત બનાવી લોકોને સમયસર અને સરળતાથી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બનશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે પંચાયત ભવન ગામના વિકાસનું કેન્દ્રબિંદુ છે, જ્યાંથી વિવિધ યોજનાઓનો અમલ અસરકારક રીતે થઈ શકે છે. આ ભવન દ્વારા સ્થાનિક નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટે એક જ સ્થળે સુવિધા પ્રાપ્ત થશે, જે ગ્રામ્ય જીવનની ગુણવત્તામાં વધારો કરશે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભાવના યાદવ, સ્થાનિક આગેવાનો,  તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!