હાલોલ- પાવાગઢ રોડ પર આવેલ નવી કોર્ટ સામે તેમજ પાવાગઢ બાયપાસ રોડ પર હોટલ હેરિટેઝ સામેના ગેરકાયદેસર દબાણો દુર કરાયા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૧૧.૨૦૨૪
હાલોલ નગર પાલીકા દ્વારા નગરના પાવાગઢ રોડ પર આવેલ નવી કોર્ટ સામે તેમજ પાવાગઢ બાયપાસ રોડ પર હોટલ હેરિટેઝ સામેના ગેરકાયદેસર ઉભા કરાયેલ પાકા બાંધકામો પાલીકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી ફેરવી તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.હાલોલના નગરના પાવાગઢ રોડ પર આવેલ નવી કોર્ટ સામે સર્વે નંબર 534 /1 આદિવાસી ની 73AA ની અવિભાજ્ય નવી શરત ની જમીનમાં કેટલાક લોકો દ્વારા પાકી મકાન દુકાનો અને રહેઠાણો સહિતના બાંધકામો ગેર કાયદેસર રીતે ઉભા કરી જમીન પર કબજો કરી દેવામાં આવ્યો હતો.જેમાં આદિવાસીની 73 AA ની શરતની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરી અરજદારોએ આદિવાસીની જમીન હોવા છતાં લાગતા વળગતા તંત્રના સક્ષમ અધિકારીઓની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વેચાણ વ્યવહારો કરવા ના હેતુ સાથે ઉભા કરી દેવામાં આવ્યા હતા. બિનખેતીની પરવાનગી મેળવ્યા વગર અનઅધિકૃત રીતે ગેરકાયદેસર રીતે હાલોલ નગર પાલિકાની આકારણીઓ કરાવી તે જમીન પર સોસાયટીના નામે પ્લોટીંગ કરી કોમ્પ્લેક્ષ ઊભું કરી પાકી દુકાનો અને પાકા મકાનો સહિતના બાંધકામો કરી દેવામાં આવ્યા હતા.આ ગેરકાયદેસર બાબતે વહીવટી તંત્રને ધ્યાને આવતા હાલોલ પ્રાંત અધિકારી દ્વારા શરત ભંગની કાર્યવાહી કરવા માટે અભિપ્રાય સહ દરખાસ્ત પંચમહાલ જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.જેને લઈ પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા તે જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કરી આ જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા તમામ બાંધકામો હાલોલ નગર પાલિકા તંત્ર દ્વારા દિન 20 માં તોડી પાડી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.અને તે તમામ ખર્ચ આ બાંધકામ કરનારા લોકો પાસેથી વસૂલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.તે જમીન ઉપર 9 જેટલા કબજેદારો દ્વારા કલેકટરના આ હુકમ સામે રાજ્યના મહેસુલ વિભાગમાં ફેર તપાસ માટેની મનાઈ હુકમ ની અરજી કરી રજુઆત કરવામાં આવી હતી.તે કેસ રાજ્યના મહેસુલ વિભાગમાં ચાલી જતા બંને પક્ષોની રજૂઆતો સાંભળી કોર્ટે ચુકાદામાં મહત્વના મુદ્દાનો ઉલ્લેખ કરી મનાઇ હુંકમની અરજી રદ કરી દેવામાં આવતા તે બાંધકામો નગરપાલિકા દ્વારા તોડી પાડવા માટેનો અવરોધ દૂર થયો હતો.જેને લઈને આજે સોમવાર ના રોજ સવારે 10:00 કલાકે હાલોલ નગર પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર તેમજ પાલીકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે હાલોલ ની કોર્ટ સામે આવેલ કંચન કૃપા સોસાયટીના નામે ગેરકાયદેસર આદિવાસી 73 AA ની સર્વે નંબર 534 /1 ની આ જમીનમાં ઉભા કરવામાં આવેલા ગેર કાયદેસર 40 જેટલા પાકા બાંધકામો દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જયારે આ ઉપરાંત હાલોલ નગર ના પાવાગઢ બાયપાસ રોડ પર આવેલ હોટલ હેરિટેજ સામે સરકારી કોતર પાસે આવેલ સર્વે નંબર 453 / 3 વાળી જમીનમાં પણ ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામો પણ આજે સોમવારે સવાર થી જ હાલોલ નગર પાલિકા ની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી થી ચારથી પાંચ જેટલા પાકા ગેર કાયદેસર ઉભા કરવામાં આવેલા બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા પાકા દબાણો આજે દૂર કરવાની કામગીરી હાથ ધરતા આવી જમીનો ઉપર કરવામાં આવેલા દબાણકર્તા ઓ માં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.