નવસારી મહાનગરપાલિકા સંકલન સમિતિ બેઠકમાં વિકાસના કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા ખાતે આજ રોજ સંકલન સમિતિ બેઠકનું આયોજન આયોજન કરવામાં આયું હતું, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની અધ્યક્ષતામાં તથા નવસારી વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, તેમજ મહાનગરપાલિકાના તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરના સર્વાંગી વિકાસ, ચાલુ કામગીરીની સમીક્ષા અને ભવિષ્યમાં આયોજનાધીન મોટી યોજનાઓ અંગે વ્યાપક ચર્ચા કરવાનો હતો. રોડ, ડ્રેનેજ, પાણી પુરવઠો, સફાઈ વ્યવસ્થા, આરોગ્ય, શહેરી ટાઉન પ્લાનનીગની યોજનાઓ, તેમજ લોકોના પાયાની જરૂરિયાતો ઝડપી અને અસરકારક રીતે થાય તે માટે વિભાગવાર વિસ્તૃત ચર્ચા થઈ હતી.આ ઉપરાંત અનેક નાગરિક સુવિધાઓના વિકાસ માટે નીતિગત દિશા અંગેના પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. માનનીય ધારાસભ્યશ્રીએ શહેરના સમૃદ્ધિ માટે તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચે સંકલનથી વધુ સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય તેમ ઉમેર્યું હતું.