
તા.૦૯.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકા નજીક આવેલા એક ગામમાંથી પીડિતના દિયર નશાની હાલતમાં વારંવાર અપશબ્દ બોલી પૈસાની માંગ કરી હેરાનગતિ કરતા ૧૮૧ અભયમ ટીમ મદદે
દાહોદ તાલુકા નજીક આવેલા એક ગામમાંથી કોલ કરી અને ૧૮૧ હેલ્પ લાઈનમાં ફરિયાદ નોંધાવી હતી પીડિતા એ જણાવેલ સરનામે પહોંચ્યા બાદ કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળેલ કે તેઓને તેઓના દિયર નશા ની હાલતમાં વારંવાર અપશબ્દ બોલી પૈસાની માંગ કરી હેરાનગતિ કરતા હતા. પીડિતા ના પતિ બહારગામ કામ કરવા જતા રહે રહે છે અને તેઓ તેમના બાળકો જોડે ઘરે રહે છે.અને તેઓના દિયર ઘરે આવીને નશાની હાલત માં વારંવાર મને અપશબ્દ બોલી અને ઘરે આવીને હેરાનગતિ કરે છે. જેથી તેઓના દિયર નું કાઉન્સિલિંગ દરમિયાન તેઓને સમજાવેલ કે તમારે તમારા ભાઈ લોકો ના જે લેવડ દેવડ ના પ્રશ્ન છે તેમને તમે ભાઈઓ ભાઈઓ મળી અને તેનો નિકાલ લાવો અથવા તો પછી તમારા ગામના પાંચ માણસો ભેગા કરી અને તેઓને વાતચીત કરો. જેથી તમારે આ લેવડદેવડ નો પ્રોબ્લેમ સોલ્વ થાય. અને તમે આમ વારંવાર પીળી તને અપશબ્દ બોલી તેઓને હેરાન ના કરશો જેથી તેના દિયા ને સમજાવી અને ફરી આવી ભૂલ ન થાય તે માટે બાહેધરી લઈ અને સમાધાન કરેલ છે





