અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સરકારી સાઇકલો ધુર ખાઈ રહી છે.2023 પ્રવેશોત્સવ યોજાઈ ગયો છતાં વિદ્યાર્થિનીઓ સાઇકલ થી વંચિત
અરવલ્લી જિલ્લામાં તંત્ર ની બેદરકારી કે પછી અજાણ..? કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન દોરતા નથી
સરકાર દ્વારા સરસ્વતી સાઈકલ યોજના અંતર્ગત અભ્યાસ કરતી ધોરણ 9 ની વિદ્યાર્થીઓ ને નિશુલ્ક સાઇકલો આપવામા આવે છે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ તેમજ બિ પી એલ વર્ગ ધરાવતાં જ્ઞાતિ મા આ સાઇકલો આપવામા આવે છે પરંતુ શરૂઆતમા આ યોજના સાર્થક નીવડી પરંતુ છેલ્લાં એક વર્ષ સરકારની સરકારી સાઇકલો ધૂર ખાતી નજરે પડે છે જે સમગ્ર રાજ્યમા જોવા મળે છે પરંતુ આ બાબતે તંત્ર શાંત હોય તેવુ લાગી રહ્યુ છે પણ વિતરણ થતું નથી અને આ બાબતે પૂછવામાં આવે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી આવું કેમ…?
અરવલ્લી જિલ્લામા પણ મેઘરજ તાલુકાની કસાણા ગામે એક શાળા મા ઢગલો સાઇકલો ધૂળ ખાઈ રહી છે છેલ્લાં કેટલાય સમયથી આ સાઇકલો મૂકી દેવામાં આવી છે પરંતુ વિદ્યાર્થીની ઓ ને વિતરણ કરવામા આવ્યું નથી. હાલ આ સાઇકલો હવે કાટ ખાવાની તૈયારીઓ કરી રહીં છે પરંતુ વિતરણ થતું નથી સાઇકલો પર 2023 પ્રવેશોત્સવ લખેલું છે અને આ સાઇકલો ધોરણ 9 માં પ્રવેશ લેનાર વિધાર્થિનીઓ ને વિતરણ કરવામા આવનાર હતી પરંતુ વિતરણ ન કરતાં અંતે સાઇકલો મોટા પ્રમાણમાં એક વર્ષથી ધૂળ ખાતી દેખાઇ રહી છે આ બાબતે પહેલા પણ મીડિયા મારફતે અહેવાલ રજૂ કરાયો હતો છતાં હજુ પણ સાઇકલો એજ સ્થતિમાં પડી રહિ છે આ એક તંત્ર ની ગોરબેદરકારી જોવા મળી છે આ બાબતે જિલ્લાના અધિકારીઓ પણ શાંત બેઠા હોય તેવુ લાગી રહ્યુ છે. પરંતુ હાલ તો એકજ સવાલ છે કે કેમ સાઇકલો નુ વિતરણ થતું નથી..?