DAHODGUJARAT

દાહોદ જિલ્લામાં પીવાના પાણીને પ્રાધાન્ય આપી તાત્કાલિકપણે પીવાનું પાણી લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સુચના અપાઈ જિલ્લા કલેક્ટરએ

તા.૦૫.૦૫.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં પાણી સમિતિની મિટિંગ યોજાઈ

દાહોદ જિલ્લામાં પીવાના પાણીને પ્રાધાન્ય આપી તાત્કાલિકપણે પીવાનું પાણી લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સુચના અપાઈ જિલ્લા કલેક્ટરએ

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે ઉનાળા ઋતુ દરમ્યાન લોકોને થતી પાણીની સમસ્યાને ધ્યાને રાખીને પીવાના પાણી માટેની આવેલ ફરિયાદોના નિરાકરણ માટે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જીલ્લા પાણી સમિતિની મિટિંગ યોજવામાં આવી હતી.આ દરમ્યાન કલેકટર યોગેશ નિરગુડે દ્વારા દાહોદમાં અત્યારે ઉનાળા ઋતુને ધ્યાને રાખી લોકોને પાણીની સમસ્યામાંથી ઉગારવા બનતા પ્રયત્નો કરી લોકોને પાણી મળે તેવી તાત્કાલિક વ્યવસ્થા કરવા સુચન આપેલ. દાહોદ જીલ્લાના દરેક ગામમાં લોકોને પાણી સરળતાથી મળી રહે તે માટેની જરીરી તમામ કામગીરી ઝડપથી થાય તે અત્યંત મહત્વનું છે. લોકો સુધી પાણી પહોંચાડવાની આ પ્રક્રિયા ઝડપથી થાય તે સુનિશ્ચિત કરી, ઉદ્ભવી રહેલ પીવાના પાણીની સમસ્યા અંગે લોકો દ્વારા આવેલ ફરિયાદોનું તાત્કાલિક પણે નીરાકરણ લાવી પાણી પહોંચે, તેમજ પાણીની તંગીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. લોકો સુધી પાણી પહોંચતું કરવા પાણીના સંપમાં પાણી હોય તથા વિતરણ થાય તે જરૂરી છે. હેન્ડ પંપ રીપેરીંગ કામગીરી ઝડપથી કરીને લોકો સુધી પાણી પહોંચે તેમજ લોકોને પાણી માટે મુશ્કેલી ન પડે એ માટેની સત્વરે કામગીરી કરવા તેમજ પાણી સમસ્યા નિરાકરણ માટે પાણી પુરવઠાની ટીમ બનાવી ટીમ વર્ક થકી કામ કરવા તેમજ લોક પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે જરૂરી નિર્ણય લઈને કામગીરી હાથ ધરવા સુચના આપવામાં આવી હતી.હેલ્પ લાઈન નંબર પરની સેવાને સક્રિય કરવા તેમજ આવેલી ફરિયાદોને ગંભીરતાથી લઈને તમામ ગામોની તાલુકા મુજબ પાણીના પ્રશ્નોની યાદી બનાવી સકારાત્મક ઉકેલ આવે એ રીતે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીશ્રીઓને સુચના આપી હતી આ મિટિંગ દરમ્યાન નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ,પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર ડી.એમ. બુમ્બડીયા અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રાંત અધિકારીઓ મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!