વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગના ધારાસભ્ય-વ-નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો…
ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમા ગ્રામીણ પ્રજાજનોની સુખાકારી માટે સતત ચિંતિત રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જુદા જુદા ૩૦ જેટલા અંતરિયાળ માર્ગો માટે જોબ નંબર ફાળવાયા છે.
ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ તરફથી મળેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લાના ગ્રામ્ય પ્રજાજનોની લાગણી અને માંગણીનો સ્વીકાર કરતા રાજ્ય સરકારે, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- ૨૦૨૫/૨૬ માટે કુલ રૂ.૧૦૫૦ લાખના ખર્ચે ૧૯.૨૫ કિલોમીટરના ૧૬ માર્ગો મંજૂર કર્યા છે. આ માર્ગોનું કાચાથી ડામર અને રિસરફેસિંગ તથા મજબૂતિકરણ અને સ્ટ્રક્ચરની કામગીરી થતા વાહન માલિકોને મોટી રાહત મળી રહેશે.
જે માર્ગોના કામો મંજૂર થયા છે તેમા, (૧) આહવા તાલુકાના ૬ માર્ગો, (૨) વઘઇ તાલુકાના ૩ માર્ગો, અને (૩) પૂર્વપટ્ટીના સરહદી સુબીર તાલુકાના ૭ માર્ગોનો સમાવેશ કરાયો છે.