AHAVADANGGUJARAT

વઘઇ તાલુકાનાં જામનપાડા ગામે અન્યની જમીન પચાવી પાડવાનાં બદ ઇરાદે યુવકે બોગસ દસ્તાવેજ બનાવ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં જામનપાડા ગામ ખાતે રહેતા એક યુવકે પોતાના જ ગામના એક આધેડની જમીન મિલકત પચાવી પાડવાના બદ ઇરાદાથી તે યુવક પોતે આધેડ નો પુત્ર હોય તેવા દસ્તાવેજી બોગસ પુરાવા બનાવી દીધા હતા. ત્યારે અહીં યુવકે આધાર કાર્ડ, મતદાન કાર્ડ બદલાવી લેતા સમગ્ર મામલો વઘઈ પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના જામનપાડા ગામ ખાતે રહેતો અજીત સોનેભાઈ કોંકણીએ પોતાના જ ગામમાં રહેતા અનાભાઈ ચોર્યા ની માલિકીની ખેતીની જમીનમાં અન્યની મદદગારીથી અનાભાઈની જમીન તથા અન્ય મિલકતો પચાવી પાડવા માટે અજીત કોકણીએ અના ચોર્યાનો સગો દીકરો (વારસદાર) તરીકે ઉભો કરી ખોટી વિગતો દર્શાવી સોગંદનામુ તૈયાર કરી દેવામાં આવ્યુ હતુ.તેમજ અજીત કોકણીએ પોતાને અજીત અનાભાઈ ચોર્યા તરીકે દર્શાવી ખોટું સોગંદનામુ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.તેમજ પોતાના શાળા છોડ્યાના પ્રમાણપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અજીત સોનેભાઈ કોકણી ના નામ પરથી અજીત અનાભાઇ ચોર્યા કરી દઈ બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. ત્યારે આ અંગેની જાણ અનાભાઇ ચોર્યા ને થતા તેમણે તાત્કાલિક ધોરણે વઘઈ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.ત્યારે વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધ્યો હતો અને પી.એસ.આઇ. એમ.એસ. રાજપૂતે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!