જામનગરમાં પત્રકાર સંગઠનના નવા હોદેદારો વરાયા
જામનગર પત્રકાર મંડળના વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના હોદ્દેદારોની વરણી કરાઇ
પ્રમુખપદે ધર્મેન્દ્રભાઈ રાવલ (ભરત રાવલ) અને મંત્રી પદે કિંજલભાઈ કારસરીયા સહિતના હોદેદારોની નિયુક્તિ
જામનગર :(ભરત ભોગાયતા)
જામનગરમાં પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત એકમાત્ર અને સૌથી જૂની સંસ્થા જામનગર પત્રકાર મંડળ ના આગામી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ ના મુખ્ય પાંચ હોદ્દેદારોની વરણી કરવા માટે કારોબારી સમિતિના સદસ્યોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી.
જેમાં પ્રમુખપદે ધર્મેન્દ્રભાઈ રાવલ (ભરતભાઇ રાવલ) ઉપ પ્રમુખપદે સંજયભાઈ આઈ.જાની, મંત્રીપદે કિંજલભાઈ કારસરીયા અને સહમંત્રી પદે વિજયભાઈ કોટેચા, અને ખજાનચી તરીકે સૂચિતભાઈ બારડની વરણી કરવામાં આવી હતી.
જે તમામ નવનિયુક્ત હોદ્દેદારો ને ઉપસ્થિત કારોબારીના સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર પત્રકાર મંડળ એ જામનગરના પ્રિન્ટ મીડિયા,ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ ફોટોગ્રાફર માટેની કાર્યરત સંસ્થા છે, જે પત્રકારો અને તેમના પરિવારના સર્વાંગી વિકાસ માટે વર્ષોથી કાર્યરત છે.