જૂનાગઢ શહેરમાં ધોરાજી રોડ, સાબલપુર સર્કલ એલસી નંબર ૭૭ બી રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરી અર્થે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા
જૂનાગઢ શહેરમાં ધોરાજી રોડ, સાબલપુર સર્કલ એલસી નંબર ૭૭ બી રેલવે ફાટક ઓવરબ્રિજની કામગીરી અર્થે વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા

જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં ધોરાજી રોડ, સાબલપુર સર્કલ પાસે એલસી નંબર ૭૭ બી ઉપર નવા રેલવે ઓવર બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામગીરી દરમિયાન બ્રિજના ફાઉન્ડેશનની કામગીરી માટે ખોદાણ કરવામાં આવશે. જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા લોકોની સલામતી ન જોખમાઈ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ધોરાજી રોડ, સાબલપુર સર્કલથી એલસી નંબર ૭૭ બી ફાટક સુધીના રોડનો ઉપયોગ જાહેર જનતા અને વાહન વ્યવહારના ઉપયોગ માટે બંધ કરવા માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ જુનો રોડ બંધ કરવામાં આવશે અને વૈકલ્પિક માર્ગ તરીકે જુના બાયપાસથી અથવા ધોરાજી ચોકડીથી સાબલપુર સર્કલ તરફ આવતા ધોરાજી રોડ નવા બાયપાસથી રાજકોટ રોડ નવા બાયપાસ ક્રિશ્ના હોટેલ પાસેથી સાબલપુર સર્કલ રહેશે. તેમજ સાબલપુર સર્કલથી ધોરાજી ફાટકથી ધોરાજી તરફ અથવા જુના બાયપાસ તરફ જતા સાબલપુર સર્કલથી રાજકોટ રોડથી ક્રિશ્ના હોટેલ નવા બાયપાસથી ધોરાજી તરફ અથવા જુના બાયપાસ તરફ આ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર બનશે. આ નિયમ તા.૩૧/૦૭/૨૦૨૬ ના રાત્રિના ૧૧:૦૦ કલાક ૫૫:૦૦ મિનિટ સુધી અમલમાં રહેશે. તેમ જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




