GUJARATJUNAGADHKESHOD

કેશોદમાં ભારતના વીર જવાનો ને કાજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પમાં 68 લોકોએ રક્તદાન કર્યું

કેશોદમાં ભારતના વીર જવાનો ને કાજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેશોદમાં બ્લડ ડોનેશન કેમ્પમાં 68 લોકોએ રક્તદાન કર્યું

દેશવાસીઓનાં રક્ષણ માટે પોતાના પ્રાણોની ચિંતા કર્યા વગર લડી રહેલા સૈનિક માટે અને યુદ્ધમાં ધોવાયેલા નાગરિકોને લોહીની જરૂર ભી થાય તે માટે આજરોજ  ગુજરાત ભાજપ પ્રદેશ અને જિલ્લા ભાજપ ની સૂચના પ્રમાણે ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલા છે જેમાં ની સંખ્યા માં દેશવાસીઓ લાગણી સભર બ્લડ ડોનેશન કરી રહ્યા છે એના અનુસંધાને આજરોજ કેશોદ શહેર ભાજપ દ્વારા પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ કડવા પટેલ સમાજ ખાતે બ્લડ કેમ્પ ની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલીયા શહેર ભાજપ પ્રમુખ હિતેન ભોરણીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું ખુદ કેશોદના નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવેલ હતું તેમના દ્વારા યુવાનોને હાંકલ કરવામાં આવી હતી છે કે જ્યારે જ્યારે દેશને યુવાનોની જરૂર હોય ત્યારે હંમેશા સેવામાં હાજર રહેવું કડવા પટેલ સમાજ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પ માં જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત કેશોદના સિવિલ હોસ્પિટલ ખાતે પણ ડોક્ટર હાર્દિક રામ ની દેખરેખ નીચે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં 28 જેટલા નાગરિકો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવેલો હતો જ્યારે કડવા પટેલ સમાજ ખાતે 40 બોટલ રક્તદાન કરવામાં આવેલું હતું

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!