GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર બામણવા સસલાના મારણ કેસમાં જંગલ વિભાગે પકડાયેલ આરોપીને કોર્ટ માં રજૂ કરી સબજેલમાં મોકલી આપ્યો

વિજાપુર બામણવા સસલાના મારણ કેસમાં જંગલ વિભાગે પકડાયેલ આરોપીને કોર્ટ માં રજૂ કરી સબજેલમાં મોકલી આપ્યો
બે ફરાર આરોપીઓની વનપાલ લીલાબેન ચૌધરીએ ઝડપી પાડવા તપાસ હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર બામણવા ગામે છ જેટલા સસલાનો શિકાર કરી મારણ કરતા ઇસમને જંગલ વિભાગના વનપાલ લીલાબેન ચૌધરી તેમજ જેએસ પટેલ અને પંચોલી ભાઈ સહીત ની ટીમે સફળતા પૂર્વક ઝડપી પાડી ઝડપાયેલા ઇસમને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ ને હવાલે કરી સબજેલમાં મોકલી આપ્યો હતો. અંગે મળતી માહીતી મુજબ જંગલ ખાતા ના વનપાલ લીલા બેન ચૌધરીને ખાનગીમાં બાતમી મળી હતીકે બામણવા ગામની સીમમાં કેટલાંક ઈસમો સસલા જેવા પ્રાણીઓ નુ શિકાર કરી મારણ કરી રહ્યા છે.જેવી બાતમી મળતા ટીમ કામે લાગી હતી. જેમાં સફળતા પૂર્વક સસલા નું શિકાર કરી મારણ કરનાર શખ્સ લાલાભાઈ લીલાભાઈ દેવીપૂજક નામના ઇસમને ઝડપી લીધો હતો.લાલાભાઈ દેવીપૂજક ની સઘન પૂછપરછ કરતા અન્ય બે ઈસમો પરસોત્તમભાઈ દેવીપૂજક તેમજ ભગાભાઇ દેવીપૂજક નું નામ બહાર આવ્યું હતુ. આ બંને જણાને જંગલ વિભાગની કાર્યવાહી ની જાણ મળતા તેઓ સ્થાન છોડી ફરાર થઇ ગયા હતા. જોકે લીલા બેન ચૌધરી એ જણાવ્યું હતુંકે હાલમાં બન્ને આરોપી ઓની તપાસ ચાલુ છે. અને ટૂંક સમયમાં આ બન્ને આરોપીઓ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલમાં સરકાર દ્વારા જાહેર થયેલ પ્રાણી ક્રૂરતા કાયદા ને લઈ જંગલ વિભાગ સક્રીય બન્યું છે.

Back to top button
error: Content is protected !!