SABARKANTHA

દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ ને અપાયો “કસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ”.

દેશ વિદેશમાં ભારતીય આધ્યાત્મિકતા રાજયોગ ના પ્રચાર બદલ બ્રહ્માકુમારીઝ ને અપાયો “કસ્ટર ઓફ એચીવર્સ એવોર્ડ”.
મુંબઈની મેરીયેટ હોટલમાં અભિનેત્રી મલાઈકા અરોરા ના હસ્તે સન્માન અપાયું.
મલાઈકા સહિત અનેક અભિનેતા અભિનેત્રીઓને માઉન્ટ આબુ કોન્ફરન્સમાં આવવા અપાયું નિમંત્રણ. માનવ માત્ર ના અધ્યાત્મ સશક્તિકરણ માટે દેશ-વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને રાજયોગાનો પ્રચાર બ્રહ્માકુમારીઝ દ્વારા ૧૯૭૦ થી જ અપાઈ રહ્યો છે ત્યારે તેની કદર રૂપે મુંબઈની પ્રખ્યાત મેરીયેટ હોટલમાં એક ભવ્ય સન્માન સમારંભમાં બ્રહ્માકુમારીઝ ને પણ સન્માનિત કરાયેલ. બ્રહ્માકુમારીઝ મીડિયા ના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર આ સન્માન સમારંભમાં અનેક નામાકીત સામાજિક કાર્યકરો ઉપરાંત અભિનેતા જાહિદખાન અભિનેત્રી ઇશા માલવી સચિન વાલ્મિકી વગેરેની ઉપસ્થિતિમાં બ્રહ્માકુમારી ક્રિના બહેન તથા બ્રહ્માકુમાર દિપક હર કેને “કલસ્ટર ઓફ એચીવસૅ એવોર્ડ”થી પ્રસિદ્ધ અભિનેત્રી મલાઈકા અરોરા ના હસ્તે સન્માનિત કરાયા આ પ્રસંગે સર્વ મહાનુભાવો સહિત અભિનેતા અભિનેત્રીઓને સકારાત્મક શક્તિ અનુભવવા માઉન્ટ આબુની આગામી યોજનાના વૈશ્વિક શિખર સંમેલનમાં આવવા આમંત્રણ અપાયેલ જેનો સર્વોએ સ્વીકાર કરેલ

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!