ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : ઇસરી ગામે જૂની પરંપરા થી વરઘોડો (દેવદર્શન) નિકર્યો,પ્રાચીન સંસ્કૃતિ મુજબ બળદગાડામાં વરરાજા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

50 વર્ષ પછી જોવા મળી પ્રાચીન સંસ્કૃતિ,બળદ ગાડામાં વરરાજાનો વરઘોડો (દેવદર્શન )

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : ઇસરી ગામે જૂની પરંપરા થી વરઘોડો (દેવદર્શન) નિકર્યો,પ્રાચીન સંસ્કૃતિ મુજબ બળદગાડામાં વરરાજા ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા

50 વર્ષ પછી જોવા મળી પ્રાચીન સંસ્કૃતિ,બળદ ગાડામાં વરરાજાનો વરઘોડો (દેવદર્શન )

અરવલ્લી: ગુજરાતમાં હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે.લગ્ન પ્રસંગમાં હાથી,ઘોડા,ગાડી,બગીઓમાં વરરાજાના વરઘોડા કાઢવાનું દેખાદેખી માં ચલણ વધી રહ્યું છે.પરંતુ હાલ અમદાવાદ અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી ગામના વતનીના સુપુત્રના લગ્ન ઇસરી મુકામે નિર્ધારિત કરાયા છે.અહીં વરરાજા મોંઘીદાટ કાર નહિ પણ તેના બદલે પ્રાચીન સંસ્કૃતિ અનુસાર બળદ ગાડામાં વરઘોડો(દેવદર્શન) યોજવામાં આવ્યો હતો. આ અનોખો વરઘોડો ગામમાં આકર્ષણનું કેદ્ર બન્યો હતો.આજના યુગમાં સાદું બળદ ગાડું દેખાતું નથી ત્યારે, ઇસરી ગામના જયેશભાઇ ચતુરભાઈ ભાટિયા પરિવારના સુપુત્ર હર્ષના શુભ લગ્ન પ્રસંગે બળદ અને ગાડાને શણગારેલા બળદ ગાડામાં વરઘોડા કાઢી દાયકાઓ પહેલાની પરંપરાને ઉજાગર કરી,નવી પેઢીને લગ્નની પરંપરાથી અવગત કરાવ્યા હતા. લોકોના જણાવ્યા અનુસાર આ પરમ્પરા પચાસ વર્ષ પછી જોવા મળી હોવાની વાતો સામે આવી હતી

Back to top button
error: Content is protected !!