GUJARATIDARSABARKANTHA
ચોમાસામાં ખીલ્યુ ઇડર ગઢ: ઝરણાં અને પ્રકૃતિનો મનમોહક નજારો”
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઐતિહાસિક નગર ઇડર ગઢ, જે ઇલ્વદુર્ગ તરીકે પણ ઓળખાય છે, ફરી એકવાર ચર્ચામાં છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે, અમદાવાદથી ૧૨૦ કિલોમીટર ઉત્તરે વસેલું આ શહેર પોતાના નૈસર્ગિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. ઇડર, જેનું પ્રાચીન નામ ઇલ્વદુર્ગ એટલે “ઇલ્વનો કિલ્લો” હતું, ઉનાળામાં તો અસહ્ય ગરમીનો સામનો કરે છે, પરંતુ ચોમાસાની શરૂઆત સાથે આ શહેરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ખાસ કરીને, કુંજ કસ્બા વિસ્તારના ડુંગરોમાં આવેલાં ઝરણાં જીવંત બનતાં, અહીંની પ્રકૃતિ ચારે બાજુએ હરિયાળીનો ચાદર ઓઢી લે છે. આ મનમોહક દૃશ્યોનો આનંદ માણવા માટે સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઇડરના આ અદભૂત કુદરતી નજારાને નિહાળવા ઉમટી રહ્યા છે. આ ઝરણાં અને લીલોતરીનો સમન્વય સ્થાનિક લોકોમાં પણ ખુશીનો માહોલ સર્જી રહ્યો છે.
જયંતિ પરમાર સાબરકાંઠા