GUJARATHALOLPANCHMAHAL

હાલોલ -પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ,72 પૈકી 5 ઉમેદવારી પત્ર અમાન્ય

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩.૨.૨૦૨૫

હાલોલ નગર પાલીકાની યોજાનાર ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી નગર ના 9 વોર્ડ માં 36 બેઠક માટે 72 ઉમેદવાર ઉમેદવારી નોંધાવી હતી.જેમાં આજે સોમવારના રોજ હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 72 પૈકી 5 ઉમેદવારી પત્ર અમાન્ય ગણાતા નગર ના 9 વોર્ડ માં 36 બેઠક માટે કુલ 67 ઉમેદવારના ફોર્મ માન્ય થતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો.જોકે આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી હોવાથી આજે સવાર થી જ હાલોલ પ્રાંત કચેરી ખાતે લોકટોળા જામ્યા હતા.સોમવાર ના રોજ સવારે 11 વાગ્યાથી હાલોલ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેના ચાર ઉમેદવારે પોતાના ડમી ફોર્મ ભરેલ હતા જેથી તે ઓન ચાર ઉમેદવારી ફોર્મ અમાન્ય ગણવામાં આવ્યા હતા જયારે વોર્ડ નંબર 5 માં મહંમદ અલાઉદ્દીન મહંમદ ઈકરામ શેખ એ આમ આદમી પાર્ટી માંથી ઉમેદવારનું ફોર્મ ભર્યું હાટ.પરંતુ ધારા ધોરણ મુજબ તેઓના બે થી વધુ બાળકો હોવાના કારણે તેઓનું હાલોલ પ્રાંત અધિકારીએ તેનું ફોર્મ અમાન્ય કરી દેતા કુલ 72 પૈકી 5 ઉમેદવારી ફોર્મ રદ થતા હવે કુલ 67 ઉમેદવારના ફોર્મ બાકી રહેતા કેટલાક વોર્ડમાં ચૂંટણી યોજાશે જોકે ભાજપ દ્વારા મોટા ભાગના વોર્ડ સમરસ થાય તેવી પેરવીમાં હોવાથી એડી ચોટીનું જોર લગાવી દીધું છે. જોકે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 4 થી ફેબ્રુઆરી છે. જેથી જોવું રહ્યું કે છેલ્લા દિવસે કેટલા ફોર્મ પરત ખેંચાય છે તેમાં કેટલી બેઠક બિન હરીફ થાય છે. અને કેટલી બેઠક ઉપર ચૂંટણી થશે તે ચિત્ર સ્પષ્ટ થશે.

Back to top button
error: Content is protected !!