
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૧૧ મે : કચ્છની કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓને રાહત આપવાના ઉમદા હેતુથી ‘જીવ વાત્સલ્ય કચ્છ’ અને ‘હોટલ આર્યા ઇન – અંજાર’ દ્વારા એક પ્રેરણાદાયી સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના ચામુંડા વોટર પ્લાન્ટ પાસે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રામજીભાઈ ધુવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે પક્ષીઓ માટે માટીના કુંડા (પરબ) તથા સુરક્ષિત પક્ષીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.સેવા અને સહયોગનો સંગમ: આ પ્રસંગે સેવાભાવી ધનજીભાઈ એ હંમેશ મુજબ પોતાની તત્પરતા બતાવી આર્થિક અને નૈતિક સહયોગ પૂરો પાડ્યો હતો. આ સમગ્ર અભિયાનમાં જીવ વાત્સલ્ય ‘ સંસ્થાના સુનિલભાઈ પોકાર પણ ખભેખભા મિલાવી જોડાયા હતા. પક્ષીઘર અને કુંડાને સુખપરથી અંજાર સુધી સલામત રીતે પહોંચાડવા માટે સુનિલભાઈ મહેશ્વરી એ પોતાની ગાડીની સેવા આપી આ કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.ગરમીમાં પક્ષીઓનો બચાવ:મુખ્ય અતિથિ રામજીભાઈએ આ કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “ભીષણ ગરમીમાં પક્ષીઓ પાણી અને છાયાના અભાવે જીવ ગુમાવે છે, ત્યારે આ પ્રકારના સેવાકીય કાર્યો સમાજ માટે દિશા સૂચક છે.” મોટી સંખ્યામાં અંજારના નગરજનોએ ચામુંડા વોટર પ્લાન્ટ ખાતે એકત્રિત થઈ આ વિતરણનો લાભ લીધો હતો અને પક્ષીઓની દરકાર લેવાનું વચન આપ્યું હતું.








