અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના વાઘપુર ગામે ભાઇ એ ભાઇની હત્યા કરી :ભાઈના શરીરે આરોપી ભાઈએ લાકડી તથા ગડદા પાટુનો મારમારી હત્યા કરતા ચકચાર
કોઇ કારણસર બિભત્સ ગાળો બોલી ઉશ્કેરાઇ આરોપીએ ઘટનાને અંજામ આપ્યો
ભાઈના શરીરે આરોપી ભાઈએ લાકડી તથા ગડદા પાટુનો મારમારી હત્યા કરતા ચકચાર
મૃતકના ફરિયાદી ભાઈએ આરોપી ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
ઇસરી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી.
મેઘરજ તાલુકાના વાઘપુર ગામે ભાઇ એ ભાઇને લાકડી તેમજ ગડદા પાટુ નો ઢોર માર મારતાં સારવાર પહેલાં ઇજાગ્રસ્ત શખ્સનુ મોત નિપજ્યુ હતુ વાઘપુર ગામે શુક્રવાર સાંજે કિશોરભાઇ ભેમાભાઇ રાવળ પોતાના ઘરે ભાઇ મોઘજીભાઇ ભેમાભાઇ રાવળ ને બિભસ્ત ગાળો બોલતો હોય જેથી મોઘજીભાઇ એ કિશોરને ગાળો બોલવાની ના પાડતાં કિશોર એકદમ ઉશ્કેરાઇ જઇ મોઘજીભાઇને લાકડી તેમજ ગડદા પાટુનો માર મારવા લાગ્યો હતો જેમાં મોઘજી રાવળ ને ગંભીર ઇજાઓ પહોચતાં પરીવાર જનો દ્વારા મેઘરજ ખાતે હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મોઘજી રાવળ ઉ વર્ષ.૩૫ ને મ્રુત જાહેર કર્યો હતો જે ઘટના માં મ્રુતકના ભાઇ ધનજી ભેમા રાવળે પોતાના ભાઇની હત્યાના આરોપી ભાઇ કિશોર ભેમા રાવળ રહે.વાઘપુર તા.મેઘરજ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી