વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.ક્યારેક અસહ્ય ગરમી તો ક્યારેક અસહ્ય ઉકળાટ તો ક્યારેક કમોસમી માવઠું વર્તાતા જનજીવન હેરાન પરેશાન થઈ રહ્યુ છે.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં ક્યારેક અસહ્ય ગરમી તો ક્યારેક આંશિક ગરમી નોંધાઈ રહી છે.પાછલા ગત અઠવાડિયામાં ડાંગ જિલ્લાના ગામડાઓમાં ગરમીનો પારો 44 ડિગ્રી સેલ્શિયસ પર પોહચી ગયો હતો.હાલમાં ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં 44 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી સેલ્શિયસ પર તાપમાન પોહચતા લોકોએ આંશિક રાહત મેળવી છે.ડાંગ જિલ્લાના ગામડાઓમાં સોમવારે વહેલી સવારે છૂટક કમોસમી વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં સવારના અરસામાં કમોસમી વરસાદ પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.સોમવારે ડાંગ જિલ્લાના શામગહાન પંથકમાં 34 ડિગ્રી સેલ્શિયસ તાપમાન, સાપુતારા પંથકમાં 34 ડિગ્રી સેલ્શિયસ તાપમાન,વઘઇ પંથકમાં 37 ડિગ્રી સેલ્શિયસ તાપમાન, સુબિર અને આહવા પંથકમાં 38 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોધાયુ હતુ. ગિરિમથક સાપુતારા અને શામગહાન પંથકમાં 34 ડિગ્રી સેલ્શિયસ તાપમાન નોંધાતા ફરવા આવેલ પ્રવાસીઓએ રાહત મેળવી હતી.ડાંગ જિલ્લામાં કમોસમી માવઠાનાં પગલે ફળફળાદી પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાઈ છે.ડાંગ જિલ્લામાં દ્વિભાસી ઋતુચક્રનાં પગલે ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે…
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.