AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ યથાવત,સૌથી વધુ વઘઇ ખાતે 2.32 ઇંચ પડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ જામતા લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીઓ બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી રહી છે.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા શિવઘાટનો ધોધ,ભેગુધોધ,ગિરમાળનો ધોધ અને વઘઇનો ગીરાધોધ સૌંદર્યનાં સરતાજની સાથે અપ્રિતમ બની ગયા છે.જેમાં ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 35 મિમી અર્થાત 1.4 ઈંચ, સુબિર પંથકમાં 37 મિમી અર્થાત 1.48 ઈંચ, આહવા પંથકમાં 39 મિમી અર્થાત 1.56 ઈંચ જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 58 મિમી અર્થાત 2.32 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..

Back to top button
error: Content is protected !!