WAKANER વાંકાનેર સ્ટાર પ્લાઝાની દુકાન વેચી હાથ ખંખેરી લીધા નહીં, પરિવાર સમજી દુકાનધારકોની પડખે ઊભા રહ્યા બિલ્ડર!

WAKANER વાંકાનેર સ્ટાર પ્લાઝાની દુકાન વેચી હાથ ખંખેરી લીધા નહીં, પરિવાર સમજી દુકાનધારકોની પડખે ઊભા રહ્યા બિલ્ડર!
સ્ટાર પ્લાઝાના સીલ ખોલાવવા રમેશભાઈ રાજપરાની દોડધામઃ સોમ–મંગળ સુધીમાં નિયમસર કાર્યવાહી પૂર્ણ કરવાની કવાયત
રીપોર્ટ આરિફ દિવાન – વાંકાનેર/ચંદ્રપુર: ચંદ્રપુર ખાતે આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના મુદ્દે તા. 5 ઓગસ્ટ, 2026ના રોજ સીલની કાર્યવાહી થયા બાદ દુકાનધારકોમાં ચિંતા ફેલાઈ હતી. જોકે, આ મુશ્કેલીના સમયમાં બિલ્ડર રમેશભાઈ રાજપરા દુકાનધારકોની પડખે ઊભા રહી જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવવા દોડધામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સોમ–મંગળ સુધીમાં નિયમસરની પ્રક્રિયા પૂર્ણ કરીને સીલ ખોલાવી શકાય તે દિશામાં તેમના પ્રયાસો ચાલી રહ્યા છે. ‘દુકાન વેચાઈ એટલે સંબંધ પૂરો નહીં, દુકાનધારક પરિવારનો સભ્ય’ સામાન્ય રીતે મિલકતનું વેચાણ પૂર્ણ થયા બાદ બિલ્ડર અને ખરીદદાર વચ્ચેનો વ્યવહાર પૂર્ણ થયો હોવાનું માનવામાં આવે છે. પરંતુ સ્ટાર પ્લાઝાના કિસ્સામાં રમેશભાઈ રાજપરાનો અભિગમ અલગ જોવા મળી રહ્યો છે.
સ્ટાર પ્લાઝાની આશરે 246 દુકાનો વર્ષ 2021માં વેચાઈ હોવાનું જણાવાય છે. તેમ છતાં વર્ષો બાદ ઊભી થયેલી મુશ્કેલીમાં પણ બિલ્ડર દુકાનધારકોની સાથે રહી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. તેમનો અભિગમ એવો છે કે ‘દુકાન ખરીદનાર માત્ર ગ્રાહક નથી, પરંતુ પરિવારનો સભ્ય છે.’
વેપારીઓની રોજીરોટી અટકે નહીં તે માટે કવાયત
ફાયર સેફટીના મુદ્દે સીલની કાર્યવાહી બાદ વેપારીઓની દુકાનો બંધ રહેતા તેમની રોજીરોટી ઉપર સીધી અસર પડી છે. ખાસ કરીને તહેવારોની સિઝન નજીક હોવાથી વેપારીઓ માટે આ સમય વધુ મહત્વનો છે.
સ્ટાર પ્લાઝામાં વિવિધ પ્રકારના વ્યવસાય ઉપરાંત હોસ્પિટલ, દવાની દુકાનો તથા ખેતીલક્ષી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ છે. ત્યારે વેપારીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જરૂરી ફાયર સેફટીની વ્યવસ્થા અને સંબંધિત પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાવવા બિલ્ડર તરફથી કવાયત હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.સુરક્ષા સાથે સમાધાન નહીં, નિયમસર ઉકેલ લાવવાનો પ્રયાસ
ફાયર સેફટીના નિયમો લોકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોવાથી તેનું પાલન થવું જરૂરી છે. સ્ટાર પ્લાઝા મામલે પણ નિયમોનું પાલન થાય અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સીલ ખોલાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
આ માટે સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે જરૂરી પ્રક્રિયા અંગે દોડધામ કરવામાં આવી રહી છે. સોમ–મંગળ સુધીમાં જરૂરી કામગીરી પૂર્ણ થાય અને નિયમસર સીલ ખોલાવવાની સ્થિતિ ઊભી થાય તે માટે બિલ્ડર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.વ્યવસાયથી આગળની જવાબદારીનું ઉદાહરણ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરી મિલકત વેચી દેવી એ વ્યવસાયિક પ્રક્રિયા છે, પરંતુ મિલકત ખરીદનાર મુશ્કેલીમાં હોય ત્યારે તેની પડખે ઊભા રહેવું એ માનવીય જવાબદારીનું ઉદાહરણ બની શકે છે.સ્ટાર પ્લાઝાના દુકાનધારકોની મુશ્કેલીના સમયમાં રમેશભાઈ રાજપરા દ્વારા કરવામાં આવી રહેલી દોડધામથી ‘દુકાન વેચી હાથ ખંખેરી લીધા નહીં, પરંતુ પરિવાર સમજી દુકાનધારકોની સાથે ઊભા રહ્યા’ એવો સંદેશ સામે આવી રહ્યો છે.હવે જરૂરી ફાયર સેફટી પ્રક્રિયા નિયમસર પૂર્ણ થાય, સક્ષમ તંત્ર તરફથી મંજૂરી મળે અને સ્ટાર પ્લાઝા ફરી વેપારીઓની ધમધમતી રોજીરોટી સાથે શરૂ થાય તેવી દુકાનધારકો તથા તેમના પરિવારોની અપેક્ષા છે.










