GUJARATHALOLPANCHMAHAL

વડોદરા:37 માં ઉર્ષે અઝિમે મિલ્લતનો જુલૂસે સંદલ સાથે ભવ્ય પ્રારંભ,શહેરમા ભવ્ય જુલૂસ નીકળ્યુ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૪.૨૦૨૫

નિસ્વાર્થ ભાવે કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના માનવતાની સેવા કરનાર સુફિવાદના પ્રચારક અને કાદરી વંશની 25 મી પેઢીના સૂફી પીર સૈયદ અઝીમે મિલ્લત કે જેમને 1950માં જુમ્મા મસ્જીદ ખાતે આધ્યાત્મિક ધામ ખાનકાહે એહલે સુન્નતની સ્થાપના કરી આજીવન સેવાકાર્યો થકી જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા હજરત સૈયદ અઝીમુદ્દુન મહમુદ નુરુલ્લાહ જીલાની નામે લોક હ્રદયમાં બિરાજમાન થયા.હાલ તેમનો 37 મો વાર્ષિક ઉર્ષ તેમજ સૈયદના મોઈને મિલ્લત હજરત સૈયદ મોઈનુંદ્દીન બાબા કાદરી ના પેહલા ઉર્ષ નિમિતે જુલૂસે સંદલ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉર્ષ અઝીમીનો આરંભ થયો હતો.જ્યારે ચાર દિવસીય ઉર્ષ ની ઉજવણીના ભાગરૂપે આજે ગુરુવારે બપોરે 3 કલાકે ગૌસિયા મંજિલ અજબડીમિલ પાસેથી ખાનકાહે એહલે સુન્નતના ગાદીપતી હજરત સૈયદ અમિરુદ્દીન બાબા કાદરી તેમજ નાયબ ગાદીપતિ સૈયદ કબીરુદ્દીન બાબા કાદરી સાહેબની આગેવાનીમાં સંદલનું ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જેમાં મહાન પયગમ્બર સાહેબ અને તેમના પ્રિય સાથીઓ,અને સૂફી જગતના વિવિધ સંત- ઓલિયાના ભક્તિગીતો સાથે વડોદરા ઉપરાંત હાલોલ,કાલોલ,સુરત,પેટલાદ, વગેરે વિવિધ શહેરોના રિફાઈ ગ્રુપના ભાવિકોએ ડફ નગારાના કર્ણપ્રિય કાવ્યો સાથે જનમેદની ભક્તિમય બનાવી દીધી હતી.નોંધનીય છે કે જુલુસમાં સામેલ ગાદીપતિ તેમજ દેશભરના વિવિધ ગાદીપતિઓનું દરેક વિસ્તારના દરેક સમુદાયના આગેવાનો દ્વારા ઠેકઠેકાણે ફૂલહાર તેમજ ઉર્ષના વધામણાના બેનરો લગાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે આ વિશાળ જુલુસમાં વિવિધ ખાનકાહોના ગાદીપતિઓ,આલીમો,ઇજનેરો,ડોકટરો,વકીલો સમેત બુદ્ધિજીવી શ્રદ્ધાળુઓએ હર્ષભેર હાજરી આપી હતી.અને મોડી સાંજે જુલૂસ મેમણ કોલોની ધનાની પાર્ક સ્થિત દરગાહ શરીફ ખાતે પહોચ્યું હતું ત્યારબાદ સંદલ ચાદર અને ગુલપોશીની પરંપરાગત વિધિ થઇ હતી અને ગાદીપતિ ની સર્વ કલ્યાણની દુઆઓ બાદ કાદરી લંગરનું પણ ભવ્ય આયોજન થયું હતું.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને પોલીસની કામગીરી પણ પ્રસંશનીય રહી હતી.જ્યારે આ પ્રસંગે સૈયદ અમિરુદ્દિંન બાબા કાદરી,સૈયદ કબિરુદ્દિંન બાબા કાદરી, સૈયદ જિયાઉદ્દિંન બાબા કાદરી,સૈયદ તાજુદ્દીન બાબા કાદરી ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!