GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ વૈભવ લક્ષ્મી સોસાયટી સહિત નગરના અનેક વિસ્તારોમાં ગાય અચાનક આક્રમક બની જતા ૧૪ જેટલા લોકોને શીગડે ચડાવ્યા.

 

તારીખ ૨૦/૦૨/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરના બોરૂ ટર્નિંગ વિસ્તારમાં આવેલી વૈભવ લક્ષ્મી સોસાયટી સહિત બસ સ્ટેન્ડ,કોર્ટ સામેના હાઇવે પાસેના મેકેનિક ની દુકાન પાસે છેલ્લા અઠવાડિયાથી એક ગાય આક્રમક બની જવા પામી છે અને આવતા જતા વિદ્યાર્થીઓ, શાકભાજીવાળા અને નાગરિકોને પાછળ દોડીને અચાનક હુમલો કરી દેતા હોવાથી આ વિસ્તારની સોસાયટીના રહીશો અને રાહદારીઓ ખૂબ જ ડરી ગયા છે. જાણવા મળ્યા મુજબ આ ગાયને હડકવા થયો હોય તેવું જણાઈ રહ્યું છે.સામાન્ય રીતે ગાયમાં હડકવા ત્યારે થાય છે જ્યારે કોઈ હડકાયું કૂતરો, શિયાળ કે વરુ તેને બચકું ભરે. ગાયમાં હડકવાના લક્ષણો ખૂબ જ ગંભીર હોય છે.ગાય અચાનક આક્રમક બની જાય અથવા ખૂબ જ શાંત (સુસ્ત) થઈ જાય. સોસાયટીના સ્થાનિક રહીશ અને આગેવાન ડોક્ટર સુનિલભાઈ દ્વારા એનિમલ એમ્બ્યુલન્સ તેમજ પશુ ચિકિત્સક નો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓ આ કામ નગરપાલિકાનું હોવાનું જણાવી રહ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર નો સંપર્ક પણ કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ગાય પાલતુ પ્રાણીમાં આવતું હોવાનું જણાવી વન્યજીવોની શ્રેણીમાં આવતું નહીં હોવાથી કોઈપણ મદદ થઈ શકે નહીં તેમ જણાવ્યું હતું. આમ હાલ આ સોસાયટીના રહીશો હાથમાં સ્વ બચાવ માટે લાકડાના દંડા રાખીને અવરજવર કરી રહ્યા છે સ્થાનીક પાલિકા તંત્ર દ્વારા આ ગાયને રેસ્ક્યુ કરી યોગ્ય રીતે સારવાર આપવામાં આવે તેવી સ્થાનીક લોકોની માંગ જોતા તંત્ર દ્વારા સલામત રીતે ગાય ને રેસ્ક્યુ કરવામાં આવી હોવાનું નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સાથે ટેલિફોનીક વાતચીત દ્વારા જાણવા મળ્યું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!